BREAKING NEWS: ચેન્નાઈ સુપર કિંગ્સના આ સ્ટાર ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત

ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ના અગ્રણી બેટ્સમેન અંબાતી રાયડુ(Ambati Rayudu) માટે આ છેલ્લી IPL સિઝન હશે. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. 2010માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કરનાર રાયડુ 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો. તે મુંબઈ સાથે ત્રણ વખત અને ચેન્નાઈ સાથે બે વખત આઈપીએલ ચેમ્પિયન હતો. રાયડુ 2019 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યા બાદ તેના ‘3D ટ્વિટ’ને કારણે ચર્ચામાં આવ્યો હતો.

ટ્વિટર પર આપી જાણકારી:
આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા રાયડુએ ટ્વિટર પર લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે આ મારી છેલ્લી આઈપીએલ હશે. 13 વર્ષમાં ક્રિકેટ રમીને મે સારો સમય પસાર કર્યો છે. અદ્ભુત પ્રવાસ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો હૃદયપૂર્વક આભાર માનું છું.

જો કે, તેની નિવૃત્તિ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, કારણ કે 36 વર્ષીય બેટ્સમેને થોડા સમય પછી તેની ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ કારણે, ચાહકો મૂંઝવણમાં છે કે શું રાયડુ ખરેખર નિવૃત્ત થઈ ગયો છે કે પછી કંઈક બીજું છે.

આ પહેલીવાર નથી જ્યારે અંબાતી રાયડુએ ફેન્સને ચોંકાવી દીધા હોય છે. તેણે 2019 વર્લ્ડ કપની મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટ સુધી તે ટીમનો મુખ્ય બેટ્સમેન હતો. પરંતુ ટીમમાં સ્થાન ન મળતાં તેણે પહેલા સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને પછી નિવૃત્તિની જાહેરાત કરી. જોકે, થોડા મહિનાઓ બાદ તેણે યુ-ટર્ન લઈને પરત ફરવાની જાહેરાત કરી હતી.

 આવી રહી આઈપીએલની કારકિર્દી:
અત્યાર સુધી અંબાતી રાયડુ 187 IPL મેચ રમી ચૂક્યો છે. જેમાં આ બેટ્સમેને 29ની એવરેજ અને 127ની સ્ટ્રાઈક રેટથી 4187 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 22 અડધી સદી સામેલ છે. તેણે IPL 2018માં ચેન્નાઈ માટે 602 રન બનાવ્યા હતા. આ તેની શ્રેષ્ઠ સિઝન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *