અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને કારને સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને કેટલીય જગ્યા પર આગ ચાંપી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) સુરત શહેર યુથ વિંગ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી સુરત શહેર યુથ વિંગ દ્વારા યુવાનોની લાચારીનો મજાક ઉડાવતી ‘અગ્નિપથ યોજના’ પાછી ખેંચીને યુવાનોને કાયમી રોજગાર આપવા બાબતે સુરત જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આવેદનમાં લખવામાં આવ્યું હતું કે, સરકારે વિચાર્યા વિના લીધેલા અસંખ્ય નિર્ણયોને પરિણામે દેશમાં બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ બેરોજગાર યુવાનોમાંથી અસંખ્ય યુવાનો એવા છે જેઓ ઘણા સમયથી સેનાની ભરતીની રાહ જોઈને બેઠા છે અને એ માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે.

વધુમાં ઉમેરતા લખ્યું હતું કે, ત્યારે આવા સમયે ‘અગ્નિપથ યોજના’ જેવી હાસ્યાસ્પદ યોજના લાવીને સરકાર આ બેરોજગાર યુવાનોની લાચારીનો મજાક ઉડાવી રહી છે. માત્ર ચાર વર્ષની રોજગારી પછી જે 75% યુવાનોને છુટા કરી દેવામાં આવશે એ યુવાનોના ભવિષ્યનું શું? વળી, દેશની આ બાબત સુરક્ષા અને સલામતી સાથે પણ જોડાયેલી છે તો આટલી ગંભીર બાબતમાં સરકાર આટલી ઉદાસીન કેમ?

દેશના અસંખ્ય મહેનતુ અને પ્રતિભાશાળી યુવાનો વતી આમ આદમી પાર્ટી યુથ વિંગની એ માંગણી છે કે, આ ‘અગ્નિપથ યોજના’ને તાત્કાલિક પાછી ખેંચવામાં આવે અને યુવાનો માટે કાયમી રોજગારની વ્યવસ્થા કરવામાં આવે. જીલ્લા કલેકટર ઓફિસની બહાર જ યુથ વિંગ દ્વારા ‘અગ્નિપથ યોજના’ તાત્કાલિક રદ કરવામાં આવે તે અંગે નારાઓ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *