લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: દીકરી માટે સગપણ જોવા ગયેલ પરિવારને અકસ્માત નડતા માતા સહિત બેનાં કરુણ મોત

ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ બુડાસણ ગામ (Budasan village) ના એક પરિવારને નંદાસણ નજીક અકસ્માત (Accident) નડતા કાર (The car) ના ડ્રાઈવર (Driver)…

ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ બુડાસણ ગામ (Budasan village) ના એક પરિવારને નંદાસણ નજીક અકસ્માત (Accident) નડતા કાર (The car) ના ડ્રાઈવર (Driver) સહિત 2 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

મળી રહેલ જાણકારી મુજબ, સામેથી આવી રહેલ એક કારનું ટાયર ફાટતા આ કાર પરિવારની કાર સાથે અથડાઈ હતી કે, જેમાં દીકરીની માતા તેમજ કારના ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં 5 લોકો સવાર હતા કે, જેમાંથી માતાનું મોત થયું છે.

પરિવારના લોકો પુત્રી માટે સગપણ જોવા ગયા હતા:
મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક આવેલ બુડાસણ ગામમાં રહેતા ફતેહખાન બ્લોચ એમની દીકરી માટે વિસનગર નજીકના ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા ત્યારે ફતેહખાનના એક સંબંધી બ્લોચ સાહેલ ખાન પોતાની ગાડી લઈને આવ્યા હતા. ગાડીમાં ફતેહખાન બ્લોચ, તેમની 2 પત્ની સાબેરાબાનુ તથા મેમુનાબાનુ અને ફરીદાબાનુ કુલ 5 લોકો ગાડીમાં સવાર થઈને સગપણ જોવા માટે ગયા હતા.

અકસ્માત નડતા યુવતીના માતા સહિત બે લોકોનાં મોત:
બુડાસણ ગામમાં રહેતો બ્લોચ પરિવાર પોતાની દીકરી ફરીદાબાનુંનું સગપણ જોવા માટે વિસનગર નજીક ભાલકમાં ગયા હતા કે, જ્યાં સગપણ જોઈને પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ખેરપુર નજીક કડી બાજુથી અન્ય એક ગાડી આવી રહી હતી કે, જે ગાડીનું ટાયર ફાટી જતા ગાડી ફંગોળતા બ્લોચ પરિવારની ગાડી પર આવી પડી હતી.

જેમાં ગંભીર અકસ્માત સર્જાતા સગપણ જોવા માટે ગયેલ દીકરીની માતા મેમુનાબાનું તથા ડ્રાઇવર બ્લોચ સાહેલનુ ઘટનાસ્થળ પર મોત થયું હતું. બાકીના 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે કડીમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગાડીના ચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *