દેશના ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ન્યુજ એજન્સી સાથેની ખાસ વાતચીતમાં બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ અને TRP સ્કેમ વિશે પણ વાત કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહને એવો સવાલ પૂછાયો કે, સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ આ વર્ષની સૌથી મોટી ખબરોમાંની એક ખબર હતી. પરંતુ આ ખબરની અસર એ ભારતના મીડિયા ઉપર પણ અનેક સવાલ ઊભા કર્યા હતા. સુશાંતસિંહની મોતની ખબરના બહાને TRP મેળવનાર મીડિયાએ પોતાની તમામ હદ પાર કરી નાખી હતી અને પછી આ ક્રમમાં હાથરસ અને આવી જ બીજી ઘટનાઆ એ ખુબ અસર કરી છે. એક ગૃહમંત્રી તરીકે અને સામાન્ય માણસ તરીકે અમિત શાહ હાલના સમયના મીડિયા વિશે શું વિચારે છે?
અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, આ મુદ્દે શું કરવાનું છે તે મીડિયાએ પોતે જ નક્કી કરવું જોઈએ. તેમણે કહ્યું કે, હું મીડિયા જગતના લોકોને કોઈ સલાહ આપવા માંગતો નથી પરંતુ બેલેન્સ કરવાની જરૂર છે. એવો જનતાની પણ માંગ છે.
મીડિયાનો સવાલ: બિહારમાં સુશાંત ઘટના એ ચૂંટણી માટે મુદ્દો બની ગયો છે?
અમિત શાહનો જવાબ: બની શકે કે કેટલાક લોકો આ સુશાંત મુદ્દા ઉપર પણ મત આપે પરંતુ બે ઘટના એક સાથે થઈ. અને આટલો વિવાદ થયો. મને આશ્ચર્ય એ વાતનું હતું કે, મહારાષ્ટ્ર સરકારે શાં માટે પહેલેથી જ સીબીઆઈને કેસ ન સોંપી દીધો? આ મામલે સુપ્રીમ કોર્ટે શા માટે નિર્ણય લેવો પડ્યો. પરિવારની માગણી પર પહેલેથી જ સીબીઆઈને કેસ સોંપી દેવાયો હોત તો પૂરી વાત સામે આવી ગઈ હોત.
મીડિયાનો સવાલ: NCB તમારા આધીન છે, સીબીઆઈ પણ તમારી પાસે છે તો શું તમે કોઈ નિર્દેશ આપ્યા છે?
શાહનો જવાબ: એજન્સીઓને મારે નિર્દેશ આપવાનો તો સવાલ જ નથી. તમામ સ્વતંત્ર રીતે તપાસ કરી રહ્યા છે. આ કેસની ન્યૂટ્રલ તપાસ થવી જોઈએ. નરેન્દ્ર મોદી સરકાર એ વાતમાં વિશ્વાસ નથી રાખતી કે એજન્સીઓની તપાસમાં કોઈ રાજકીય પક્ષ નિર્દેશ આપે.
મીડિયાનો સવાલ: તો તમારા તરફથી આ કેસમાં કોઈ બ્રિફિંગ થઈ નહતી?
શાહનો જવાબ: બ્રિફિંગ એક પણ થઈ નથી. અમે એટલું કહ્યું છે કે જે સાચું છે તે જનતા સામે રાખો. અને કોર્ટ સામે પણ રજુ કરો.
મીડિયાનો સવાલ: છેલ્લા છ મહિનામાં કોર્ટ અને પોલીસ સ્ટેશનોમાં મીડિયાને લઈને જેટલા કેસ જોવા મળ્યા હતા, તે આ પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. કોર્ટ સરકારને પૂછે છે કે તમે શું કરો છો? પોલીસ સ્ટેશનોમાં કેસ જાય છે તો રાજકારણ થાય છે. શું ટીઆરપી કૌભાંડને લઈને તમે ચિંતિત છો?
અમિત શાહનો જવાબ: શંકાસ્પદ સ્થિતિ કોઈ પણ ક્ષેત્રમાં હોય છે, તે સમાજ અને સરકાર માટે ચિંતાનો વિષય છે. આ કેસ અંગે હાલ હું કશું કહી શકું નહી. પરંતુ જે પ્રકારની વિગતો થોડા દિવસથી ન્યૂઝમાં આવી રહી છે, મને લાગે છે કે વ્યવસ્થાને ઠીક કરવાની જરૂર છે અને એમાં તો રાજકારણ ન જ થવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle