ગૃહમંત્રી અમીત શાહ સંશોધિત નાગરિકતા કાયદા ઉપર સતત વિપક્ષ વિરોધ કરી રહ્યું છે.અમિત શાહે 18 જાન્યુઆરી ના રોજ કર્ણાટકના હુબલીમાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતના પાડોશી દેશોમાં અલ્પસંખ્યકોં ઉપર થઈ રહેલા અત્યાચાર નું વર્ણન કરતાં કહ્યું કે દેશમાં સીએએની જરૂર છે. તેમણે કહ્યું કે અલ્પસંખ્યકોં ને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ચૂંટણી લડવાનો અધિકાર નથી.અઠવાડિયા પહેલા આપવામાં આવેલ આ નિવેદન ઉપર શા હવે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે.
હકીકતમાં અમિત શાહે જે દાવો કર્યો હતો પરિસ્થિતિ તેનાથી ઉલટી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યકોં ચૂંટણી લડી શકે છે. શાહના આ નિવેદન ઉપર બીબીસીએ ફેક્ટ ચેક કર્યું જેમાં સામે આવ્યું કે આ દેશોમાં અલ્પસંખ્યકોં ને ચૂંટણી લડવાનો અધિકાર તો છે જ પરંતુ સાથોસાથ તેમના માટે સીટો પણ આરક્ષિત રાખવામાં આવેલી છે.
બીબીસીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલીમાં 10 સીટો અલ્પસંખ્યકોં માટે આરક્ષિત છે. આરક્ષિત ઉપરાંત પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોં કોઈ પણ સીટ ઉપર ચૂંટણી લડી શકે છે. પાકિસ્તાનના સંવિધાન મુજબ અલ્પસંખ્યકોં ને આ અધિકાર મળે છે.
તેમજ અફઘાનિસ્તાનમાં પણ સંસદના નીચલા સદનમાં એક સીટ અલ્પસંખ્યકોં માટે આરક્ષિત રાખવામાં આવે છે. આ ઉપરાંત કોઈપણ અલ્પસંખ્યક કોઈપણ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પરંતુ નિયમો અનુસાર તેને પોતાના સમર્થનમાં ૫૦૦૦ લોકોને જોડવાના હોય છે. તેમજ અલ્પસંખ્યક પોતાના ક્ષેત્રના ઉમેદવાર માટે મતદાન પણ કરી શકે છે.
બીબીસીના પત્રકાર મિલિન્દ ખાંડેકર એફેક્ટ ચેક સાથે ટ્વિટર પર કહ્યું કે પાકિસ્તાનમાં 10 સીટો આરક્ષિત છે અને અન્ય સીટો ઉપર પણ ચૂંટણી લડી શકે છે.અફઘાનિસ્તાનમાં પણ એક સીટ આરક્ષિત છે તેમજ બાંગ્લાદેશમાં પણ કોઈપણ જગ્યાએ ચૂંટણી લડી શકાય છે.
એક યૂઝરે કહ્યું કે ત્યાં ત્યાં જ ચૂંટણી લડી લે તેનાથી સ્વર્ગ અને ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પણ બની જાય તો ડર લાગે છે શું ગજબનું તર્ક છે. તો અન્ય એક યુઝર કહે છે કે અમિત શાહ નું જ્ઞાન ફક્ત ભક્તો સમજી શકે છે.
એક યૂઝરે તો કહ્યું કે અંધ ભક્ત ફેક્ટ ચેક કરને કરવાથી રહ્યા એટલા માટે કશું પણ બોલી દો શું ફરક પડે છે.
એક યૂઝરે કહ્યું કે આ સંગી હિટલરના નાઝી પાર્ટી થી પ્રભાવિત છે અને આ પ્રકારનો ખોટો પ્રચાર કરે છે.
તો એક યૂઝરે વિકિપીડિયાના ડેટા સાથે શાહના નિવેદનને મૂળમાંથી નકારી કાઢ્યું છે. યુઝરે સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.