માત્ર ૩ વર્ષના આ સુરતી બાળકને ગાતો જોઇને અમિતાભ પણ થઇ ગયા ઘાયલ- સાંભળો જોરદાર સુરમય સંગીત

હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સુરતના એક માત્ર 3 વર્ષય બાળકનાં સંગીત પ્રેમ પર ઓળઘોળ થઈ ગયા છે. અમિતાભ બચ્ચને માત્ર 3 વર્ષીય બાળક પિતાની સાથે રિયાઝ કરતો વીડિયો પોતાના ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યો છે.

જેમાં અમિતાભ બચ્ચને લખ્યુ છે કે, ‘ચાઈલ્ડ ઈઝ ધ ફાધર ઓફ મેન’. બાળકના સંગીત પ્રેમ તથા ઘગશની પ્રશંસા અમિતાભ બચ્ચને ટ્વિટર પર શેર કર્યાં છે. જેને લીધે બાળક કલાકાર શ્રી જાદવ તથા એમના પરિવારમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. કુલ 3 પેઢીથી સંગીતની સાથે સંબંધિત પરિવાર બીગ બીનો ટ્વિટ કરવા બદલ ખુબ આભાર માની રહ્યો છે.

કુલ 15 દિવસ પહેલાં વીડિયો બનાવવામાં આવ્યો હતો :
બાળકના પિતા તાન્હાજી જાદવે જણાવ્યું કે, કુલ 15 દિવસ પહેલાં વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા પછી બીગ બી સુધી પહોંચ્યો હશે એમણે આ ટ્વિટ કર્યું છે. જેને લીધે અમારૂં ભારે નામ થઈ રહ્યું છે. લોકોના કોલ આવી રહ્યાં છે. નવરાત્રિ શક્તિનાં આરાધનાના ઉત્સવ પર જ આ પ્રકારે સંગીત સાધનાને પ્રોત્સાહન મળ્યું છે. એની માટે ગર્વની વાત હોવાનું તાન્હાજીએ જણાવ્યું છે.

કુલ 3 પેઢીથી પરિવાર સંગીતની સાથે સંકળાયેલ છે :
તન્હાજીએ જણાવતાં કહ્યું કે, અમારી કુલ 3 પેઢી સંગીતની સાથે સંકળાયેલ પિતાજી પણ સંગીતની સાથે સંકળાયેલ હતાં. મને પણ ખુબ શોખ છે. દીકરો શ્રી પણ સંગીતની તાલિમ મારી પાસેથી જ લઈ રહ્યો છે. અમે દરરોજ રિયાઝ પણ કરીએ છીએ. રિયાઝનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ શેર કરતાં હોઈએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *