આવનારી મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકા ધારણ કરશે, સુરતના આ પટેલ ભાઈએ બનાવેલો તાજ

હાલમાં કોરોના મહામારીને કારણે ચીનની સાથેનાં ભારતનાં સંબંધમાં તિરાડો જોવા મળી રહી છે. જેણે લીધે ચીનથી લાવવામાં આવતી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે…

હાલમાં કોરોના મહામારીને કારણે ચીનની સાથેનાં ભારતનાં સંબંધમાં તિરાડો જોવા મળી રહી છે. જેણે લીધે ચીનથી લાવવામાં આવતી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે હાલમાં ગુજરાતમાં આવેલ ડાયમંડ સીટી એટલે કે, સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે.

દર વર્ષે ચાઈના તથા હોંગકોંગમાં તૈયાર થતો ‘મિસ વર્લ્ડ અમેરિકા’નો ક્રાઉન સૌપ્રથમ વખત આ વર્ષે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીને બનાવવા માટેનું કામ આપવામાં આવ્યું છે. 25 દિવસ સુધી કંપનીના કુલ 10 કર્મચારીઓએ દરરોજની કુલ 8 કલાક સુધી કરેલ મહેનતને છેવટે કુલ 650 કેરેટ હીરા, કુલ 500 ગ્રામ સિલ્વર તથા કુલ 150 પીસ એમરેલ્ડથી કરોડોની કિંમતનો આ તાજ બનાવવામાં આવ્યો છે.

તાજને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો:
આ વખતે થોડા દિવસમાં યોજાનાર ‘મિસ વર્લ્ડ અમેરિકા’ પ્રતિયોગિતા માટે સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી કંપની ‘ગુરુકૃપા એક્સપોર્ટ’ને કુલ 500 ગ્રામ સિલ્વર, 650 કેરેટના કુલ 318 હીરા તથા કુલ 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને કરોડોની કિંમતનો તાજ તૈયાર કરીને અમેરિકા મોકલી આપવામાં આવ્યો છે.

‘મિસ વર્લ્ડ’ એ અમેરિકાની જેમ જ ત્યાં યોજાતો ‘મિસ ટીન અમેરિકા’ માટેનો તાજ પણ સુરતની આ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જેને આ અઠવાડિયે એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ બંન્ને તાજનું મૂલ્ય કરોડો રૂપિયામાં રહેલું છે.

માત્ર 25 દિવસમાં કુલ 10 કર્મચારીઓએ 650 કેરેટના કુલ 318 હીરા, કુલ 500 ગ્રામ સિલ્વર તથા કુલ 150 નંગ એમરેલ્ડથી તાજ બનાવ્યો:
સૌ પ્રથમ આ ક્રાઉનની પેપર પર ડિઝાઈન તૈયાર કરાવીને એનું એક મોડલ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એના આધારે વેક્સનું મોડલ તૈયાર કર્યા પછી એના પર ચાંદીથી આખો ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારપછી ડાયમંડ તથા એમરાલ્ડ સેટિંગ્સ કરવામાં આવ્યા હતા તેમજ છેવટે પોલિશિંગ કરવામાં આવ્યું છે. આ તાજને બનાવવામાં કુલ 25 દિવસ તથા કુલ 10 કર્મચારીઓની ટીમ ફાળવવામાં આવી છે. આ ક્રાઉનની ચમક લાંબો સમય ટકી રહે એની માટે ‘રેર ઓફ ધ રેર’ જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવેલું છે.

7 વન્ડર્સના પેન્ડટથી પ્રભાવિત થતાં કામ મળ્યું :
તાજ તૈયાર કરવાનું કામ સુરતનેકેવી રીતે મળ્યું તે અંગે યુવા ઉદ્યમી ગૌરાંગ રામાણી જણાવતાં કહે છે કે, કંપનીનું આર એન્ડ ડી વિભાગ હું જ સંભાળી રહ્યો છે. વર્ષમાં કુલ 10 મહિના ‘આર એન્ડ ડી’ તથા વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી બજારમા ક્યા પ્રકારની જ્વેલરીઓની માંગ રહેલી છે, તેને જાણવા માટે હું ટ્રાવેલ કરું છે.

અમારી કંપનીએ ડાયમંડ-ગોલ્ડના 7 અજાયબીઓના હેવી પેન્ડેટ તૈયાર કવામાં આવ્યા હતા. જેને હું એ તાજ તૈયાર કરવા આપનારને બેવર્લી હિલ્સ ખાતે થયેલ એક મુલાકાતમાં બતાવ્યા હતા. હેન્ડમેઈડ 7 વન્ડર્સની મેકિંગ તથા ડિઝાઈનથી તેઓ પ્રભાવિત થયા હતા તેમજ એમણે સુરતને મિસ વર્લ્ડ અમેરિકા તથા મિસ ટીન અમેરિકા માટેનો તાજ બનાવવા માટે આપ્યો હતો.

જે એક સુરતી તરીકે અમારા માટે ખુબ ગૌરવની વાત છે. એની કિંમતની વાત કરીએ તો તે કરોડો રૂપિયામાં રહેલી છે. મિસ વર્લ્ડ અમેરિકાનો તાજ એક મહિના પહેલાં જ એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે, જ્યારે મિસ ટીન અમેરિકાનો તાજ હાલમાં જ એની સાઈઝ સહિત વિવિધ એપ્રુવલ માટે ચાંદીના બેઈઝ પર બનાવીને એપ્રુવલ માટે મોકલવામાં આવ્યો છે. જેને એપ્રુવલ મળ્યા પછી સોનાના બેઈઝ પર બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *