ભારતીય સેનાએ થર્ડ જનરેશન એન્ટી ટેન્ક મિસાઇલ ‘નાગ’નું પોખરણ ફાયરિંગ રેન્જમાં સફળ પરીક્ષણ કર્યું -જુઓ લાઇવ વિડીયો

ભારત દેશ આજે ગુરૂવારનાં રોજ સવારનાં સમયે રાજસ્થાન રાજ્યનાં પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ  મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ એન્ટી ટેન્ક મિસાઇલ સંપૂર્ણ સ્વદેશી…

ભારત દેશ આજે ગુરૂવારનાં રોજ સવારનાં સમયે રાજસ્થાન રાજ્યનાં પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ  મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ એન્ટી ટેન્ક મિસાઇલ સંપૂર્ણ સ્વદેશી છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) બધા જ સ્વદેશી સાધન સામગ્રી દ્વારા આ એન્ટી ટેન્ક મિસાઇલ તૈયાર કર્યું હતું. આજ રોજ ગુરૂવારે સવારનાં સમયે પોણા 7 વાગ્યે આ ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું. આ પ્રકારનાં મિસાઇલ્સની આ ત્રીજી પેઢી હતી. DRODઓ દ્વાર વારંવાર આ મિસાઇલનાં અલગ અલગ પ્રયોગો કરવામાં આવતાં હતાં.

પહેલા વર્ષ 2017, 2018 તેમજ 2019માં નાગ મિસાઇલનાં અલગ અલગ પરીક્ષણો કરવામાં આવ્યા હતાં. આ મિસાઇલ વજનમાં સાવ હલકી છે. એ અચૂક નિશાન સર કરે છે તેમજ શત્રુની ટેન્કનાં ટુકડે ટુકડા કરી નાંખે તેવી મિસાઈલ છે. અહિયાં એ જાણવું રસપ્રદ થઇ પડશે કે, ખાલી ટેન્ક જ નહીં, શત્રુનાં અન્ય શસ્ત્રોને પણ આ મિસાઇલ નષ્ટ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ ટૂ્ંકી તેમજ મિડિયમ રેંજ ધરાવે છે જે ફાઇટર જેટ વિમાન, વૉર શીપ તેમજ બીજા સાધનો જોડે રાખીને પણ વાપરી શકાય છે. ભારત દેશ છેલ્લા 1 માસમાં જુદી જુદી રીતે અડધો ડઝન સ્વદેશી મિસાઇલન્સનાં ટેસ્ટ સફળ રીતે કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *