અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જુનિયર ક્લાર્ક રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાતમાં 51% લોકો માને છે કે, લાંચ વિના સરકારી કામ થતું નથી.ખરેખર તે એકદમ સાચી વાત છે.હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જુનિયર ક્લાર્ક વિનોદ વાલજીભાઈ ચોહાણ રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, ફરિયાદીના પત્ની અને ભાભીના નામે અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી વાજપાઈ બેંકેબલ યોજનામાં સ્વરોજગાર મેળવવા માટે દુધનો ધંધો શરૂ કરવાનો હોવાથી ભેંસો ની ખરીદી કરવા માટે લોન મૂકી હતી. આ અંગે ફરિયાદી એ અવાર નવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જતા હતા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિનોદ વાલજીભાઈ ચૌહાણ ને મળતા હતા. તે હાલમાં ગાયત્રી મંદિર પાસે, નંદનવન સોસાયટી, અમરેલીમાં રહે છે.

ત્યારે વિનોદ ચૌહાણે ફરિયાદી પાસે લોન મંજુર કરાવવા માટે રૂપિયા 5000 ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોવાથી ફરિયાદીએ અમરેલી એસીબીના પી.આઈ. તરીકે ફરજ બજાવતા આર.એન.દવે નો સંપર્ક કરતા અમરેલી એસીબીના પી.આઈ. આર.એન.દવે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારી વિનોદ ચૌહાણ ને રંગે હાથ ઝડપી લેવા માટે રૂપિયા 5000 ની નોટ પર પાવડર લગાડીને છટકું ગોઠવ્યું હતું. જેના કારણે તેને રંગે હાથ પકડી શકાય.

વિનોદ ચૌહાણએ ફરિયાદીને લાંચની રકમ આપવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી માં એક ખાલી કેબિનમાં બોલાવેલ ત્યાં ફરિયાદીએ વિનોદ ચૌહાણને લાંચની રકમ આપતા અગાઉ હાજર રહેલા અમરેલી એસીબીના પી.આઈ તરીકે ફરજ બજાવતા આર.એન.દવે એ વિનોદ ચૌહાણ ને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *