હાલ ચોમાસું(Monsoon) બેસી ગયું છે. એવામાં અનેક દુર્ઘટનાઓ ચોમાસાની શરુવાતથી જ સામે આવી રહી છે. વીજળી પડવાથી, કરંટ લાગવાથી તો ક્યારેક વૃક્ષો ધરાશયી થવાને કારણે કેટલાય લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આવી જ વધુ એક કરુણ ઘટના અમરેલી (Amreli)માંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અમરેલીના ખદ ખંભાલીયામાં પાણી ભરેલા ખાડામાં પગ લપસી જતાં ત્રણ બાળકો ખાડામાં પડ્યા હતા. જે બાદમાં ત્રણેય માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા.
ખેત મજૂરી કરીને પરત ફરતી વખતે બની દૂર્ઘટના:
મળતી માહિતી અનુસાર, અમરેલીના ખદ ખંભાલીયામાં ખેત મજૂરી કરીને ઘરે પરત ઘર ફરી રહેલા એક જ પરિવારના ત્રણ બાળકોના પાણી ભરેલા ખાડામાં પગ લપસી જતાં ત્રણેયનું કરુણ મોત નીપજ્યું છે. એક જ પરિવારના ત્રણ બાળકોના મોતને કારણે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ખાડામાં પગ લપસ્યો અને મોત મળ્યું:
ખડ ખંભાલીયામાં 3 બાળકોના મૃત્યુને લઈ હાલ ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેય બાળકોને બહાર કાઢી તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જોકે ફરજ પરના ડોકટે મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં બે બાળકો અને એક બાળકી છે. ત્રણ બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.