Amul Dairy Director Juvansinh Chauhan Rejoins Congress: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયાં હતાં. તે ઉપરાંત કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીમાંથી સૌરાષ્ટ્રના(Amul Dairy Director Juvansinh Chauhan Rejoins Congress) બે દિગ્ગજ નેતાઓ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠિયા ફરીવાર કોંગ્રેસમાં પાછા આવ્યા હતાં.
ત્યાર પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ પણ ભાજપમાં જોડાય ગયા હતાં. પરંતુ હવે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસના નેતાઓ પાછા ઘરવાપસી કરી રહ્યાં છે. આજે અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને તેમના સાથીદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.
શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો
છેલ્લી બે ટર્મથી સતત અમુલ ડેરીમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈને આવતા જુવાનસિંહ ચૌહાણે તેમના સાથીદારો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ભાજપની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારીક્ષેત્રે વિરોધી વહિવટને કારણે ગુજરાતીઓ આજે અનેક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યાં છે.
કોંગ્રેસે મને ટિકિટ ન આપી, હું દુઃખી હતો – જુવાન સિંહ
કોંગ્રેસમાં જોડાયેલા જુવાનસિંહ ચૌહાણે કહ્યું કે અમૂલ ડેરીમાં ભાજપની બિનજરૂરી રાજકીય દખલગીરી છે. આનાથી સભ્યોના હિતોને પણ નુકસાન થઈ રહ્યું છે. સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલગીરી ન થવા દેવા ભાજપ નેતૃત્વને વારંવાર વિનંતી કરી. પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. તેથી જનહિતમાં અને અમૂલ ડેરીના સાંસદોના હિતમાં મેં નિર્ણય લીધો છે કે હું અને મારા સમર્થકોએ ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાવું જોઈએ.
અમૂલ ડેરીના ડાયરેક્ટર તરીકે હું સભ્યોના કલ્યાણ માટે ઘણો લડતો રહ્યો છું.કોંગ્રેસે મને વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ ન આપી જેના કારણે હું દુઃખી થઈને ભાજપમાં જોડાયો. પણ હવે મારા મનમાં કોઈ દુ:ખ નથી. મેં પશુપાલકોના હિતમાં આ નિર્ણય લીધો છે, તેથી જ હું ફરીથી કોંગ્રેસમાં જોડવા માંગું છું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube