રાજકોટમાં વધુ એક ‘તથ્ય પટેલ’ જેવા નબીરાએ સર્જ્યો અકસ્માત- 100 ની સ્પીડે ગાડી ચલાવીને એકટીવા ચાલકને હવામાં ફંગોળ્યો

Rajkot accident news: રાજકોટમાં નબીરાઓ ખુબ બેફામ બની ગયા છે. રાજકોટમાંથી સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલકે એક્ટિવાને(Rajkot accident news) અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, શહેરના યુનિવર્સિટી રોડ પર ફૂલ સ્પીડમાં આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી દુર ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો
ત્યારપછી આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 100 સુધી હતી. હાલ આ અકસ્માતને લઈને પોલીસ આગળ તપાસ કરી રહ્યું છે.

બે દિવસ અગાઉ પણ સર્જાયો હતો અકસ્માત
અત્ર ઉલેખીનીય છે કે , બે દિવસ પહેલા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો. જે પછી સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

સ્થાનિકે નોંધાવી હતી ફરિયાદ
આ ઘટના પછી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સોમનાથ સોસાયટી ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે કારચાલકનું લાયસન્સ માંગતા તેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જે પછી સોમનાથ સોસાયટીમાં રહેતા કુલદિપભાઈ સાઓએ સ્કોર્પિયોના ચાલક કેવલ રમેશભાઈ ગાણોલીયા સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *