આજકાલ હેવાનિયતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હવે નાના બાળકોને પણ બાકાત રાખવામાં આવતા નથી. જણાવી દઈએ કે, નાના માસુમ બાળકો સાથે પણ સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય આચરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, થરાદ(Tharad) પંથકના એક ગામમાંથી છ વર્ષના બાળક(Six year old child)ને શાળામાંથી ગામના જ એક યુવકે લંપટ દ્વારા 10 રૂપિયા દઈને મનાવી શાળામાંથી લઇ જવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ 6 વર્ષીય બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવતાં ચોમેર ફિટકારની લાગણી વરસવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા નરાધમ વિરુધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના એક ગામનો શ્રમજીવી પરિવાર ખેતરમાં ભાગીયા તરીકે રહીને કામ કરે છે. તેમનો 6 વર્ષીય બાળક ગામમાં આવેલ શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. આ 6 વર્ષીય બાળક મંગળવારના રોજ અભ્યાસ કરવા માટે શાળાએ ગયો હતો. આ દરમિયાન ગામનો જ મુકેશભાઇ પાબુભાઇ માજીરાણા નામનો એક યુવક હવસખોર લંપટ દ્વારા 10 રૂપિયા દઈને મનાવી શાળામાંથી લઇ બપોરના સમયે શાળાની પાછળ આવેલ એક બોરની ઓરડીમાં લઇ ગયો અને તેણે બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ હેવાનિયતના કિસ્સાની પરિવારને જાણ થતાં પરિવાર દ્વારા થરાદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ નરાધમ વિરુધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 6 વર્ષીય માસુમ બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય થવાના કારણે બાળકની તબીયત પણ અસર થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.