ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના પાલનપુરમાં રહેતા હિમાચલ પ્રદેશના એક સ્વામીએ એક બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાને પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલ સત્યમ સિટીમાં પોતાના મકાન પર બોલાવીને મકાનમાં સાત દિવસ સુધી ગોંધી રાખી સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, સ્વામીએ સતત સાત દિવસ સુધી ઘરમાં રાખીને દુષ્કર્મ કર્યું હતું. પાલનપુરમાં અંબાજી હાઈવે પર આવેલ સત્યમ સિટીમાં રહેતા મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામરતનપુરી ગુરુ વિરમપુરી વિરુધ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં સ્વામીએ પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતી અને બે સંતાનની 36 વર્ષીય મહિલાને વર્ષ 2017 માં ડીસામાં મકાન આપવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને વર્ષ 2018 માં મહિલાને પાલનપુર સત્યમ સિટીમાં બોલાવી ત્યાં તેને સાત દિવસ ગોંધી રાખી હતી અને તેના પર બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે મહિલાને સ્વામીએ ગોંધી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતા મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી.
મહિલાને આપી જાનથી મારી નાંખવાની ધમકી
સ્વામીએ મહિલા પર દુષ્કર્મ આચરીને કોઈને કહેવાની પણ ના પડી હતી. જો તે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે, આ મહિલાએ સ્વામીના દબાણવશ થઈને તેના પતિને છૂટાછેડા આપ્યા હતા અને દુષ્કર્મ અંગે કોઈને કહીશ તો તેના પરિવારને જાનથી મારી નાખવાની સ્વામીએ ધમકી આપી હતી. જે બાદ આ મહિલા પાલનપુરમાં પોતાના પુત્રને ટિફિન આપવા જઈ રહી હતી તે દરમ્યાન સ્વામી રામરતનપુરીએ તેના બે પુત્રોને પોતાના શિષ્ય બનાવી તેને રઝળતી મુકવાની ધમકી આપતા આખરે પીડિત મહિલાએ પોતાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર સ્વામી વિરુધ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી સ્વામીને ઝડપી લીધો હતો.
અન્ય છ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી હોવાના આક્ષેપ
હાલમાં પોલીસ દ્વારા આ આરોપી સાધુની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુરના સ્વામી રામરતનપુરી વિરુધ્ધ મહિલાએ બળાત્કાર ગુજારવા તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાની ફરિયાદ નોંધાવતા પૂર્વ પોલીસે આરોપી સ્વામીને નજરકેદ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં વૈભવી જિંદગી વિતાવતા મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામરતનપુરીએ મહિલાઓને મકાન, ગાડી, સ્કુટી, દાગીના આપવાની લાલચો આપીને પાલનપુર, ડીસા અને અમદાવાદની છ મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાના પીડિત મહિલાએ આક્ષેપો કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews