રાજ્યમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક: બે જુથ વચ્ચે થયેલા ઘીંગાણાનો Live Video વાઈરલ

Published on: 12:11 pm, Sun, 1 August 21

સુરેન્દ્રનગર(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ખુલ્લેઆમ મારામારી અને ઘીંગાણા થતા હોય છે. ત્યારે ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ક્રિકેટ જેવી સામાન્ય બાબતમાં એક જુથ અથડામણ થઈ હોવાની ઘટના ઘટી છે. બે જુથ વચ્ચે ધોળેદિવસે શસ્ત્ર અથડામણ થઈ હોવાની ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળ્યું છે કે, આ અથડામણમાં પાંચ જેટલા શખ્સનો ઇજા પહોંચી છે. જોકે, ઘટનાના પગલે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ઉભી થઇ છે. વીડિયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આજે સોશિયલ મીડિયામાં એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં બે ગ્રુપ એકબીજા સાથે ઝઘડી રહ્યા છે. વીડિયો સુરેન્દ્રનગર જિલ્લાના કંકાવટી ગામનો હોવાનું સામે આવ્યું છે. અહીંયા યુવકો ક્રિકેટ રમવાની બાબતે ઝઘડ્યા હતા અને તેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલો છે.

જાણવા મળ્યું છે કે, કંકાવટી ગામ ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું છે. જોકે, પોલીસ ફરિયાદ ન થઈ હોવાના અહેવાલોના પગલે પ્રાથમિક વિગતો જ સામે આવી હતી. પરંતુ, કોરોનાકાળ હળવો બનતા જ રમતના મેદાને પહોંચેલા આ જુવાનિયાઓ એકબીજા સાથે રમવાના બદલે લડવા લાગ્યા હતા. મારામારીની ઘટનાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી.

ઘટનામાં સ્થાનિક અહેવાલોનો દાવો છે કે, પાંચ જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, સમગ્ર ઘટના વાયરલ વિષયવસ્તુ હોવાના કારણે હજી ઘટનાની પુષ્ટી થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.