સુરત (Surat): શહેરમાંથી હાલ મોલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેમાં ફ્રી પાર્કિંગનો મુદ્દો ઉછળ્યા બાદ કોર્ટે એક કલાક સુધી ફ્રીમાં પાર્કિંગનો નિયમ બનાવ્યો હોવા છતાં મોલ સંચાલકો મનમાની કરી રહ્યા છે. સુરતના ડુમ્મસ(Dummus) રોડ ખાતે આવેલા વીઆર મોલ (VR Mall, Surat)માં આ માથાકૂટ સર્જાઈ હતી. મોલના બેઝમેન્ટમાં કારના પાર્કિંગ માટે ચાર્જ વસૂલાતા સુપ્રીમ કોર્ટના નિયમ બતાવવામાં આવ્યા હતા. તેમ છતાં મોલ સંચાલકોએ રાખેલા પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ કાર માલિકે પાર્કિંગનો ચાર્જ ન આપતા કારને લોક કરી દેવામાં હતી. જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોલમાં કાર પાર્કિંગને લઈ માથાકૂટ:
મળતી માહિતી અનુસાર, ડુમસ રોડ પર આવેલ VR મોલ ખાતે પાર્કિંગને લઈ સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન મોલમાં કામ માટે આવેલ કાર માલિકે ચાર્જ વસુલનારને નિયમો બતાવ્યા હતા. તેમ છતાં પણ કાર માલિકને ચાર્જ આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ કાર માલિકે ચાર્જ ન આપતા તેમની ગાડીને લોક કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે કાર મલિક અને મોલ સંચાલકો સાથે માથાકૂટ થઈ હતી.
આ નિયમ બતાવાયો:
સામાન્ય રીતે કોઇપણ મોલ મલ્ટિપ્લેક્સના પાર્કિંગમાં એવો નિયમ છે કે, એક કલાકથી ઓછા સમય માટે સંચાલકો કોઈપણ પ્રકારનો ચાર્જ ન લઈ શકે. તેમાં પણ નિયમ છે કે સમગ્ર દિવસ દરમિયાન કાર માલિકો પાસેથી 30 અને ટુ-વ્હીલર માલિકો પાસેથી પાર્કિંગ ચાર્જના નામે માત્ર 10 રૂપિયા જ વસુલવાની સત્તા છે. આ નિયમ હોવા છતાં VR મોલના સંચાલકો માન્યા ન હતા.
ત્યાના સંચાલકોએ પાર્કિંગ ચાર્જ નહીં આપશે તો ગાડીને લોક કરી દેવા સુધીની ધમકી આપી હતી. તેમ છતાં પાર્કિંગ ચાર્જ આપ્યા વગર કાર માલિક સંજય ઈઝાવા ગાડી પાર્ક કરી ચાલ્યા ગયા હતા. 10 થી 15 મિનિટ બાદ ફરી પરત આવતા તેમની ગાડીને લોક કરી દેવામાં આવ્યું હતું. જેને લઇ પાર્કિંગ નો ચાર્જ વસુલાતો કર્મચારીઓ સાથે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
કારને લોક મારી દેવાયો હતો:
આ અંગે કાર માલિક સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ મેં કહ્યું હતું કે, માત્ર 10 મિનિટમાં હું પરત આવું છું. જેના કારણે મારે જોઈ પણ પ્રકારનો ચાર્જ ન ચૂકવવો પડે. તેમ છતાં મારી પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હતા અને રૂપિયા ન આપશે તો ગાડીને લોક મારી દેવામાં આવશે તેવું કહ્યું હતું. તેમ છતાં હું ચાર્જ આપ્યા વગર મારા કામ માટે ગયો હતો અને કામ પતાવીને દસ મિનિટ પછી તરત આવ્યો ત્યારે મારી કારને લોક કરી દીધી હતી.
મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો:
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં ઘણી રિક્વેસ્ટ કરી તેમ છતાં પણ કારનો લોક ન ખોલ્યો હતો. ત્યારે અંતે મારે100 નંબર પર પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ પોલીસ મધ્યસ્થી કરીને કારનું લોક ખોલાવ્યું હતું. ત્યારબાદ આ પ્રકારની ઘટના અંગે મેં ઉમરા પોલીસ મથકમાં વિગતવાર અરજી સાથે ફરિયાદ આપી છે. મોલ સંચાલકોની મનમાની સામે અને પાર્કિંગના નામે નિયમો વિરુદ્ધ ઉઘરાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.