રાજકોટથી સુરેન્દ્રનગર જઈ રહેલા અધિકારીની કાર નાળામાં ખાબકતા સર્જાયો ગંભીર અકસ્માત, અધિક્ષક સહિત બેનાં મોત

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા શ્ચાનનો જીવ બચાવવા જતા અકસ્માતે કાર 12 થી 15 ફુટ ઉંડા નાળામાં ખાબકી હતી. જેથી બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટ રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજક કચેરીના અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ યોગેશભાઇ દવે તેમના સાથી કર્મચારી નગર નિયોજક તરીકે ફરજ બજાવતા રમેશભાઇ કોરડીયા અને ધીરજલાલ લાડાણી રાજકોટથી પરાગભાઇ જયંતિભાઈ પંડ્યાની કાર ભાડે કરીને સુરેન્દ્રનગર આવી રહ્યા હતા.

ચોટીલા સાયલા નેશનલ હાઇવે ઉપર વચ્ચે પડેલા શ્વાનને બચાવવા જતા કાર ફંગોળાઇ નાળામાં ખાબકતા સર્જાયેલા આ અકસ્માતમાં જયેશભાઇ દવે અને કાર ચાલક પરાગભાઇ પંડયાને ગંભીર ઇજા પહોચી હતી જેના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

વરસાદી વાતાવરણને કારણે ભાડે કરેલી કારની સફર અંતિમ બની
જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં આવેલી કચેરીના બે અધિકારીઓ દ્વારા બુધવારે ફરજ ઉપર આવવા વરસાદી વાતાવરણને કારણે ટેક્સી પાર્સિગ ધરાવતી કાર ભાડે કરવામાં આવી હતી. પરંતુ, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તેમ સવારે પશુનો જીવ બચાવવા જતા બે માનવ જીવનનો દિપ બુઝાઈ ગયો હતો.

બહુમાળી ભવન શોકમગ્ન
આ ઉપરાંત, જણાવી દઈએ કે સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં અનેક સરકારી શાખાઓ આવેલી છે. જેમાં નગર નિયોજક કચેરીના અધિક્ષક અને અન્યો ફરજ ઉપર આવી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં દુઃખદ બનાવ બનતા બહુમાળી ભવનની તમામ શાખામાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *