કોંગ્રેચ્યુલેશન તમે મંત્રી બની ગયા: શપથગ્રહણનાં 3 કલાક પહેલા જ સી આર પાટીલે જાતે કર્યા આ ધારાસભ્યોને ફોન

ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની આજ રોજ ગાંધીનગર (Gandhinagar) માં યોજાવા જઇ રહેલ નવા મંત્રીમંડળની શપથવિધિ (Swearing) ને લઇને…

ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની આજ રોજ ગાંધીનગર (Gandhinagar) માં યોજાવા જઇ રહેલ નવા મંત્રીમંડળની શપથવિધિ (Swearing) ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નવા મંત્રીમંડળની રચનાને લઇ ધારાસભ્યોને ફોન કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.

જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રી બનવા માટેનો ફોન આવ્યો હતો. જયારે બીજી તરફ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટેનો ફોન આવ્યો છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ ફોન આવ્યો હતો. આની સાથે જ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને પણ મંત્રી બનવા માટેનો ફોન આવ્યો છે.

જયારે કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાને પણ મંત્રી બનવા માટેનો ફોન આવી ગયો છે. આની ઉપરાંત કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, કેશોદના MLA દેવા માલમ, MLA મનીષા વકીલ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને પણ ફોન આવ્યા છે.

આની સાથોસાથ જ ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાતની નવી સરકારમાં 22 જેટલા મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરશે. અમરેલી જિલ્લાના એક માત્ર ભાજપ ધારાસભ્ય જે. વી. કાકડીયાને તેમજ સુરતના ઓલપાડનાં ધારાસભ્ય મુકેશ પટેલને પણ શપથ માટે કોલ આવ્યા હતા.

નારાજ મંત્રીઓને મનાવવા વિજય રૂપાણીને કામ સોંપાયું:
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી હતી કે, જેમાં એકપણ પૂર્વ મંત્રીને રિપીટ ન કરવાની ફોર્મ્યુલા પ્રમાણે કામગીરી ચાલી રહી હતી. આ સમયે કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ રહેલું છે એવા મંત્રીઓ પોતાની નારાજગી ભાજપ અલગ-અલગ નેતાઓ સુધી રજૂઆત કરવા દોડધામ કરી રહ્યા હતા. આવા સમયમાં વિવિધ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દેવામાં આવ્યું હતું.

ગુજરાતનું નવું મંત્રીમંડળ આજે શપથગ્રહણ કરવા જઈ રહ્યું છે. ગાંધીનગરમાં રાજભવનમાં બપોરના 1.30 વાગ્યાના સુમારે આ શપથવિધિ સમારોહ યોજવામાં આવશે. ભાજપ દ્વારા ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ હાલમાં રાજભવનની બહાર તારીખ વગરના બેનરો લગાવી દેવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *