સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી અવાર-નવાર અકસ્માતના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં અનેક માસુમોના જીવ જતા હોય છે. ત્યારે સુરતના કતારગામમાં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલા એક વૃદ્ધના અકસ્માતના સીસીટીવી સામે આવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, ધીરુભાઈ ટાપણીયા નામના રાહદારીને એક અઠવાડિયા પહેલા બાઇક ચાલકે અડફેટે લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત ધીરુભાઈને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગંભીર ઇજાને કારણે મોત નિપજતા પોલીસ દ્વારા ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પણ પોલીસ બાઈક સવારને પકડવામાં અસફળ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ અંગે મહેશ ટાપણીયાએ જણાવ્યું હતું કે, ઘટના 20મી તારીખની હતી. બપોરે પિતા ધીરુભાઈ ગજેરા સર્કલ પાસેની કતારગામ GIDCમાંથી ઘરે જમવા આવતા હતા. આ દરમિયાન, લલિતા ચોકડી અને રાશિસર્કલ વચ્ચે કોઈ અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પિતાને અડફેટે લઈને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત પિતાને 108માં સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લગભગ 36 કલાકની સારવાર બાદ એમનું મોત નીપજ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દુઃખની વાત એ હતી કે બપોરે જમવા નહીં આવતા પરિવાર ચિંતિત હતું. મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ પણ રાત્રે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા ખબર પડી કે લલિતા ચોકડી પાસેથી એક ઇજાગ્રસ્ત 62 વર્ષના વૃદ્ધને 108 સારવાર માટે લઈ આવી હતી. ત્યારબાદ વોર્ડમાં જઇ ઓળખ કરતા આ અજાણ્યા ઈસમ મારા પિતા ધીરુભાઈ હતાં. બીજું કંઈ વિચારીએ તે પહેલાં જ 23મીએ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પરંતુ કતારગામ પોલીસ બાઇક સવારને હજી સુધી પકડી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.