છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે સાવજ, દીપડા જેવા પશુઓ માનવ વસાહતમાં આવી ચડે છે. અને ગ્રામજનો તથા માલધારીઓના દૂધાળા પશુઓ પર હુમલો કરે છે અને અમુક વાર મોત પણ નિપજાવે છે. આ દરમિયાન મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે વહેલી પરોઢે ગામથી થોડે દૂર શૌચાલય જઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો.
આ વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, આજે વહેલી પરોઢે મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ ભાણાભાઈ ચિથરભાઈ બારૈયા ગામની સીમમાં શૌચક્રિયા માટે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ગામથી થોડે દૂર દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. અને ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી નાસી છુટ્યો હતો.
આ ઘટનાની જાણ લોકોને થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વૃદ્ધને તપાસતા ગંભીર ઈજાને પગલે વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મોટા ખૂંટવડા પોલીસ તથા વનવિભાગને જાણ કરતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સીએચસી સેન્ટરમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જયારે વનવિભાગના આર.એફ.ઓ આર.આર.ચૌહાણ, ફોરેસ્ટર એસ.બી.ભરવાડ, બીટગાર્ડ જે.પી. જોગરાણા, વી.જી.વાઘેલા, જે.પી.ચૌહાણ, સી.એસ.ભીલ, મતાબેન, જયશ્રીબેન, મકાભાઈ, અમિતભાઈ દ્વારા પિંજરા ગોઠવીને વન્ય પ્રાણીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મહુવા તાલુકાના મોટા ખૂંટવડા, આંગણકા, પઢીયારકા, જાંબુડા ડુંગરપર, બેડા, માતલપર, કરમદીયા સહિતના ગામોમાં સૂર્યાસ્ત બાદ સીમ વગડે કરફ્યુ જાહેર થયું હોય એવો માહોલ સર્જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.