સુરતમાં પુજાના ફૂલ લેવા જઈ રહેલ ચાર સંતાનોની માતા અજાણ્યા ટ્રકની અડફેટે આવી જતા નીપજ્યું કરુણ મોત

અવારનવાર રાજ્યમાંથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે તેમજ ઘણીવાર હીટ એન્ડ રન કેસની ઘટના સામે આવતી હોય છે. આવા સમયે સમગ્ર રાજ્યના ગુનાઓના…

અવારનવાર રાજ્યમાંથી માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે તેમજ ઘણીવાર હીટ એન્ડ રન કેસની ઘટના સામે આવતી હોય છે. આવા સમયે સમગ્ર રાજ્યના ગુનાઓના કેન્દ્રબિંદુ સમાન સુરત શહેરમાંથી આવા જ એમ સમાચાર હાલમાં સામે આવ્યા છે. શહેરના પુણા પાટિયા ભવાની ઇન્ડસ્ટ્રી પાસે હિટ એન્ડ રન કેસની ઘટના સર્જાઈ હતી.

આ ઘટનામાં એક શ્રમજીવી મહિલાનું કરુણ મોત થયું હતું. વૃદ્ધ બીતોલસિંગ ભગવાનની પૂજા અર્ચના કરવા માટેના ફૂલ લેવા નીકળ્યા પછી અજાણ્યા ટ્રકની અડફેટે આવતાં અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું એક દુકાનદારે કહ્યું હતું. કુલ 4 સંતાનોની માતા બીતોલસિંગ સુરતમાં નાના પુત્રની સાથે રહેતાં હતાં. તહેવાર દરમિયાન વૃદ્ધાના મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

પરિવારને તપાસ કરતાં અકસ્માતની જાણ થઈ:

મૃતકનો દીકરો જ્ઞાનસિંગ જણાવે છે કે, તેઓ ઉત્તર પ્રદેશના વતની છે. આની સાથે જ 4 ભાઈઓ પૈકી 3 વતનમાં રહે છે. તેઓ માતાની સાથે સુરતમાં ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારમાં 6 વાગ્યાના સુમારે માતા બીતોલસિંગ રોજિંદા ક્રમ મુજબ પૂજાના ફૂલ લેવા માટે નીકળ્યા હતાં.

ત્યારપછી પરત ન ફરતા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પુણા પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતની આ ઘટનામાં મહિલા ઇજાગ્રસ્ત થયા પછી એમ્બ્યુલન્સમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું જાણવા મળતા સિવિલ આવ્યાં હતાં. જ્યાં માતા હયાત નહિ પંરતુ મૃત હાલતમાં લવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ચાલકને સજા થવી જોઈએ: દીકરો
કોઈ અજાણ્યો ટ્રક ચાલક માતા બીતોલસિંગને અડફેટે લઈને ફરાર થઈ ગયો હોવાનું પાસેના કરીયાણાની દુકાન ચલાવતા ઇસમે કહ્યું છે. આટલું જ નહીં પણ અકસ્માત સર્જાયા પછી માતાને સમયસર સારવાર મળી ગઈ હોત તો મૃત્યુ ન થયું હોત એવું કહ્યું હતું. હિટ એન્ડ રન કેસમાં ફરાર થયેલ ટ્રક ચાલકને કડક સજા થવી જોઈએ. હાલમાં પુણા પોલીસ આગળની તપાસ કરી રહી હોવાનું જ્ઞાનસિંગે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *