અમરેલી ભાજપમાં આવ્યો ભૂકંપ: પુરુષોતમ રૂપાલાના નજીકના ગણાતા આ નેતાએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડું

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકો સાથે જન સંવેદના કાર્યક્રમો કરી રહ્યા છે.

ત્યારે કેન્દ્રિય મંત્રી પુરુષોતમ રૂપાલાના અમરેલીમાં ભાજપમાં ભૂકંપ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે દિવસ-રાત એક કરીને પાર્ટીમાં સક્રિય રહેતા શરદ લાખાણીએ ગઈકાલે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી દીધી હતી. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ મહેશ સવાણીની હાજરીમાં ઝાડું પકડ્યું છે. સાથે સાથે જ જિલ્લા યુવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મુકેશ તેરૈયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેના પડઘા ઠેક કમલમ-ગાંધીનગર સુધી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે તેવું વિશેષજ્ઞોનું કહેવું છે.

જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા કહ્યું છે કે, 28 વર્ષ કેસરિયા કર્યો બાદ શરદ લાખાણીએ આપનું ઝાડુ પકડતાની સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી પર આરોપોની ઝડી વરસાવી હતી. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ શરદ લાખાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપ પાર્ટીથી મને કોઈ પ્રકારનો મોહભંગ નથી થયો, હું જનતાની પીડા જોઇને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *