ગુજરાત(Gujarat): નવસારી(Navsari)ની કોન્વેન્ટ હાઇસ્કૂલ પાસે કાર ચાલકે ગફલત ભરી રીતે પુરપાટ ઝડપે કાર હાંકતા સામેથી આવી રહેલા ત્રણ બાઇક ચાલકો(Accident)ને અડફેટે લીધા હતા. જથી ત્રણેય બાઈક ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને લઈને તમામને સારવાર અર્થે પારસી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
View this post on Instagram
આ સમગ્ર અકસ્માતને નજરે જોનારા લોકોનું માનવું છે કે, કાર ચાલક દારૂના નશામાં હતો અને તેણે આ નશામાં કાર હંકારતા અકસ્માત થયો હતો. આ સમગ્ર મામલે તીઘરા રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો. રોડની વચ્ચે કાર હોવાથી વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની શરૂઆત કરી હતી.
પોલીસ કાર ચાલક અને એક મહિલાને રિક્ષામાં પોલીસ સ્ટેશન લઈ જતી હતી તે વેળા સ્થાનિકોએ ઉગ્ર રીતે પોલીસને જણાવ્યું હતું કે, પહેલાં આ કાર ચાલકે દારૂ પીધો છે કે નહીં તેનો ટેસ્ટ કરવામાં આવે ત્યારબાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર ઘટનામાં જે આઇવીંટનેસ હતા તે લોકોનું માનવું હતું કે, કારચાલકની ભૂલ છે અને તેને દારૂ પીધો હોવાથી આ અકસ્માત થયો છે. સમગ્ર મામલે કાર ચાલકે દારૂ પીધો છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.