ઘરે-ઘરે દુધ આપી ગામડે પરત ફરતા માલધારી યુવકને કારે મારી જોરદાર ટક્કર, સારવાર દરમિયાન કરુણ મોત

ભાવનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર આજે એક ગંભીર અકસ્માત(Accident) સામે આવ્યો છે. જેમા ભાવનગર(Bhavnagar)ના માઢિયા રોડ(Madhiya Road) પર આજે સવારે 10:30 વાગ્યાના…

ભાવનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર આજે એક ગંભીર અકસ્માત(Accident) સામે આવ્યો છે. જેમા ભાવનગર(Bhavnagar)ના માઢિયા રોડ(Madhiya Road) પર આજે સવારે 10:30 વાગ્યાના સમયગાળા દરમિયાન માલેરી નદી(Maleri River)ના નાળા પાસેથી પસાર થયેલા માલધારી યુવક(Maldhari youth)ને કારે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સર ટી. હોસ્પિટલ(Sir T. hospital)માં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ, કુંભારવાડા બાનુબેનની વાડીમાં રહેતા અને હાલ વલભીપુરના મેવાસા ગામે પરિવાર સાથે રહેતા પશુપાલક રણછોડભાઈ રેવાભાઈ આલગોતરે ભાવનગરની અલગ-અલગ સોસાયટીઓમાં દુધ આપી સવારના 10:30 વાગ્યા આસપાસ પોતાના ગામ મેવાસા પરત જઈ રહ્યાં હતા. આ દરમિયાન, માલેરી નદીના નાળા નજીક મોમાઈ મંદિર નજીક એમએચ-14-એચજી-1377 નંબરની એક કારે સામેથી આવી અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બપોરના 2:30 કલાકના સમયગાળા દરમિયાન તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત, અકસ્માત સર્જાતા કાર પણ નાળામાં ખાબકી હતી જ્યારે આ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ, મૃતક રણછોડભાઈને નાના-નાના ત્રણ સંતાનો હતા. જેમાં સૌથી મોટો 7 વર્ષનો પુત્ર રામ, 5 વર્ષની દિકરી આરોહી અને સૌથી નાનો 4 વર્ષનો દિકરો વિવેક હતો. આ ત્રણેય બાળકો હજુ સમજણાં થાય તે પહેલાં જ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.

મૃતક રણછોડભાઈ તેમની માતા તેમજ તેમના અને તેના નાનાભાઈ કનુભાઈના પરિવાર સાથે કુંભારવાડામાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ, ચોમાસાના ચાર મહિના ઘાસચારાના પ્રશ્નોને લીધે તેઓ વલભીપુરના મેવાસા ગામે રહેવા જતાં રહે છે અને ત્યાંથી જ અહીં તેમના ગ્રાહકોને દુઘ આપવા આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *