આ વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો કે, આવો જુગાડ ભારત સિવાય બીજે ક્યાય નહિ જોવા મળે…

Published on: 5:03 pm, Wed, 27 January 21

સોશિયલ મીડિયા પર એવાં કેટલાંક વિડીયો સામે આવતા હોય છે કે, જેને જોઇને કેટલાંક લોકોને આશ્વર્ય થતું હોય છે તેમજ કેટલાંક વિડીયો રમુજી હોય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા મહિન્દ્રા કંપનીનાં માલિક આનંદ મહિન્દ્રા ઘણીવાર તેમની પ્રોફાઈલમાં અજબ ગજબના વીડિયો શેર કરતા રહેતાં હોય છે.

ઘણીવાર તેઓ લોકોને પ્રેરણા પૂરી પાડતા વીડિયો પણ શેર કરતાં હોય છે. હાલમાં જ તેમણે આવો જ એક વીડિયો શેર કર્યો છે કે, જેને જોઈને ચોક્કસથી તમને હસવું આવશે તેમજ તમે વિચારવા લાગશો કે, ખરેખર ભારતીય લોકો જ આવું કંઈક કરવાનું વિચારી શકે.

પહેલાના સમયમાં અવર-જવર કરવાં માટે બળદ ગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આપણે તમામ લોકોએ એકવાર તો બળદ ગાડું જોયું જ હશે. આનંદ મહિન્દ્રાએ આવો જ એક વીડિયો બળદ ગાડાનો શેર કર્યો છે કે, જેને જોઈને લોકોની આંખો ખુલી ગઈ છે. જ્યારે અમુક લોકોને પોતાની આંખો પર વિશ્વાસ આવતો ન હતો.

જ્યારે તમે આ વીડિયો જોશો તો તમને પણ લાગશે કે બળદ અલગ છે તથા એમ્બેસેડર કાર. થોડા સમય બાદ વિશ્વાસ આવી જશે કે, આ બંનેને ભેગા કરીને આ અનોખું બળદ ગાડુ બનાવવામાં આવ્યું છે. આ વાત પરથી સૌ કોઈ માની જશે કે, જુગાડ કરવામાં તો ભારતીય લોકોને કોઈ પહોંચી શકે તેમ નથી.

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, મને નથી લાગતુ કે એલન માસ્ક તથા ટેસ્લા ખુબ ઓછી કિંમતની રીન્યુએબલ એનર્જી-ફ્યુઅલ કારનો મુકાબલો કરી શકશે. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 24,000થી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે તેમજ કેટલાંક લોકોએ પોતાી પ્રતિક્રિયા આપવાની સાથે તેને રીટ્વીટ પણ કર્યો છે.

માત્ર 50 સેકન્ડના આ વીડિયોની શરૂઆત બળદથી થાય છે. જો કે, થોડી જ સેકન્ડમાં જાણ થઈ જાય છે કે, આ કોઈ સામાન્ય બળદગાડુ નથી. કારણ કે, બળદને એક એમ્બેસેડર કારના પાછળના ભાગ સાથે જોડવામાં આવ્યુ છે. જે કદાચ લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle