આણંદ(ગુજરાત): ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે. દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. લાખો લોકો અકસ્માતમાં પોતાન મોભીઓ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એકવાર આણંદ(Anand) જીલ્લાના અંક્લાવ(Anklav) તાલુકાના નારપુરા સીમમાં યુવક બાઈક પર તેની માસીને બેસાડીને જઈ રહ્યો હતો. તે દરમિયાન દુધના ટેન્કર સાથે બાઈક અથડાતા ગંભીર અકસ્માત(Serious Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું કંમકાટભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના નારપુરા સીમમાં એક યુવક પોતાના માસી સાથે દાવોલ મોસાળ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાઈકને દૂધના ટેન્કરે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકમાં પાછળ બેઠેલા યુવકના માસીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ સંદર્ભે આંકલાવ પોલીસે ટેન્કરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 28 વર્ષના રસિક મણી પઢીયાર આંકલાવના બામણગામ સ્થિત હાથી દેવજીના ટેકરા વિસ્તારના રહેવાસી છે. રવિવારે બપોરે 12 વાગ્યે યુવક તેમના માસી લીલાબેન પઢીયારને લઈને દાવોલમાં તેમના મોસાળમાં મુકવા માટે જઈ રહ્યો હતો. બામણગામથી નારપુરા ગામના સિંગલપટ્ટી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન સામેથી આવતા એક દુધનું ટેન્કરે તેમને બાઈક પર જતાં માસી-ભાણીયાને અડફેટે લઇ લીધા હતા. જેના કારણે ઘટનાસ્થળે મહિલાનું મોત થયું હતું. જ્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હતા. ત્યારબાદ રાહદારીઓએ તેને તરત સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હાલમાં આંકલાવ પોલીસે દૂધના ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.