આંધ્ર પ્રદેશના કુર્નૂલ વિસ્તારના એક ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાં એન્ટી કરપ્શન બ્યૂરોએ દરોડો પાડીને કરોડો રૂપિયાની બેહિસાબી સંપત્તિ શોધી કાઢી હતી.
એક તરફ કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમો વધુ કડક કર્યા છે અને ઠેર ઠેર આમ આદમીને હજારો રૂપિયાના દંડ વસૂલ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ટ્રાફિક વિભાગમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારને ડામવાના પગલાં લેવાઇ રહ્યાં હતાં.
કુર્નૂલના ટ્રાફિક ઇન્સ્પેક્ટર એ શિવપ્રસાદના ઘરે એસીબીએ પાડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા અને જુદા જુદા પાંચ છ સ્થળે આ અધિકારીની 20 કરોડથી વધુ રકમની બેહિસાબી સંપત્તિ હોવાનું એસીબીને જાણવા મળ્યું હતું. એક લૉકર તો છેક આફ્રિકી દેશના યુગાન્ડામાં હોવાનું જાણીને એસીબીના અધિકારીઓ દંગ થઇ ગયા હતા.
હાલ આથી વધુ માહિતી આપવાનો એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમને મળેલા દસ્તાવેજોની તપાસ ચાલુ છે અને વધુ વિગતો મળ્યા બાદ અમે મિડિયા સાથે વાત કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.