સામાન્ય રીતે કોઈપણ રાજ્ય કે દેશમાં એક રાજધાની હોય છે. પરંતુ ભારતનું આ રાજ્ય પોતાના સુશાસન માટે ત્રણ ત્રણ રાજધાની બનાવવાનો પ્રસ્તાવ પસાર કરી ચૂક્યું છે. અને ટૂંક સમયમાં જ રાજધાનીના અલગ-અલગ કાર્યો પણ શરૂ થઇ જશે. આંધ્ર પ્રદેશ વિધાનસભા એ આજે રાજ્યમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કરનુલ રાજધાની બનાવવાના નિર્ણયને બહુમતીથી પસાર કરી દીધો છે. આ નિર્ણયનો વિરોધ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી tdp કરી રહ્યું છે અને તેના અનેક નેતાઓને અટકાયત કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રના સમાન વિકાસ અધિનિયમ 2020 ને નગર પ્રશાસન અને શહેરી વિકાસ મંત્રી સત્યનારાયણ એ આજે વિધાનસભામાં રજૂ કર્યું. નાણામંત્રી બી. રાજેન્દ્રનાથ વિષય પર ચર્ચા શરૂ કરી અને કહ્યું કે રાજ્ય સરકાર આખા રાજ્યના ચાર ક્ષેત્રમાં ભાગ પાડીને વિકાસ કરવા માંગે છે. જેમાં દરેક ક્ષેત્રમાં ત્રણથી ચાર જિલ્લા હશે જેથી સંતુલિત વિકાસ કરી શકાય.
વિધાનસભામાં રાજેન્દ્રનાથ એ કહ્યું કે રાજભવન અને સચિવાલયને વિશાખાપટ્ટનમ લઈ જવામાં આવશે. અમરાવતી ને વિધાયકી, વિશાખાપટ્ટનમને કાર્યકારી અને કરનુલ ને ન્યાયિક રાજધાની બનાવવામાં આવશે.
જગન મોહન રેડ્ડી સરકારના આ નિર્ણયનો પુરજોશથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી tdp રાજધાની સ્થાનાંતરિત કરવાના નિર્ણયને વખોડી રહ્યા છે. અને tdp કાર્યકરો અને ખેડૂતો અમરાવતી ના 29 ગામડાઓ પણ આ વિરોધ પ્રદર્શન માં જોડાયા છે. આ વિરોધ ને ઠંડો પાડવા પ્રદેશ પોલીસ ને કામે લગાડવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.