પિતા આંખ સામે તડપતા રહ્યા અને દીકરીને છેલ્લીવાર પાણી પિવડાવવાનું પણ નસીબમાં ન મળ્યું- આ વિડીયો જોઇને રડી પડશો

હાલમાં કોરોના વચ્ચે માનવતા મારી પરવારી હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આંધ્રપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક કોરોનાથી પીડિત પતિ સતત પીડાતો રહ્યો, પરંતુ તેની પત્ની નજીક જવાની હિંમત કરી શક્યા નહીં. આ વીડિયોમાં એક દીકરી પોતાની માતા સાથે લડી રહી છે. વાત એ છે કે, તે યુવતી પોતાના પિતાને પાણી આપવા માગે છે, પણ તેની માતા તેને પાણી આપતા રોકી રહી છે, કારણ કે પિતા કોરોના વાયરસથી સંક્રમિત છે. ગામના લોકોએ પણ પીડિતની મદદ કરવાની ના પાડી દીધી.

આ સમગ્ર ઘટના આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ વિસ્તાર માંથી સામે આવી છે. 50 વર્ષીય પીડિત વ્યક્તિ વિજયવાડામાં નોકરી કરે છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ વિજયવાડાથી તેના ગામ પરત આવ્યો હતો. તેને કોરોના ચેપ લાગ્યો હતો. જેના લીધે, તેને ગામમાં પ્રવેશવા દીધો નહોતો. તે ગામની બહાર એક ઝૂંપડીમાં રહેતો હતો. વીડિયો સ્થાનીય ગ્રામીણે જ બનાવ્યો છે. પીડિતની 17 વર્ષીય દીકરી પાણીની બોટલ લઇ પિતાને આપવા જાઇ છે પણ તેની માતા દીકરીને એ ડરથી રોકી લે છે કે તે પણ કોરોના સંક્રમિત ન થઇ જાય.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ જોઈને, તેની પુત્રી ભાવુક થઈ ગઈ અને તેણે તેના પિતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન તેની માતાએ તેના ચેપગ્રસ્ત પિતા પાસે જવા માટે અટકાવી દીધી હતી, પરંતુ પુત્રીએ સાંભળ્યું નહીં અને તેણે તેના પિતાને પાણી આપવાનું શરૂ કર્યું.

પતિ તડપી રહ્યો હતો, પરંતુ પત્ની દૂર જોતી રહી. તે કોરોના ચેપના ડરથી તેના પતિ પાસે પણ નહોતી જતી. તેની પત્ની સિવાય ગામના લોકો પણ કોરોના પીડિત પાસે જવા માટે ત્યાર ન હતા અને કોઈ મદદ માટે આગળ આવ્યું નહિ. તે જ સમયે, પુત્રીએ તેના પિતાને બચાવવા માટે સંઘર્ષ કર્યો.

થોડા સમયમાં જ કોરોના પીડિત વ્યક્તિ તેની નિર્દય પત્ની, અને પુત્રીની નજર સામે જ તડપી તડપીને મૃત્યુ થયું. તેની પત્ની અને ગામના લોકો દંગ રહી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિઓ જોયા બાદ દરેક જણાવી રહ્યા છે કે, કોરોનાએ ભયનું એવું વાતાવરણ બનાવ્યું છે કે, હવે ઘરના લોકો મોં ફેરવી રહ્યા છે. કોરોના યુગમાં આવી ઘટના બની હોવાનો પહેલો કેસ નથી. આ પહેલા પણ ઘણા કિસ્સા બન્યા છે, જેમાં મૃત્યુ બાદ પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલમાં છોડી દીધા હોય અને સામાજિક સંસ્થા અથવા પોલીસે તેના અંતિમ સંસ્કાર કરવા પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *