સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હેરાન થઇ જશો.
આપને જણાવી દઈએ કે, જાનવરો કે પરની સાથે કારણ વગરની મજાક કે સળી ન કરાય. પરંતુ પ્રાણીઓ ક્યારેક તેમના ખતરનાક મૂળમાં આવી જાય છે અને તે ખુબ જ નુકસાન પહોચાડે છે. જેથી કરીને ખાસ કરીને વિશાળ કદના જાનવરો સાથે આ પ્રકારની મજાક તો કરવી જ નહિ, નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ત્યારે હાલમાં એક આવો જ વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોને કદાવર જનાવર હાથી સાથે મજાક કરવી ભારે પડી હતી. હાથી જેવી રીતે આ લોકોની પાછળ પડ્યો છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે પ્રાણીઓને હેરાન કરવ કેટલું ભારે પડી શકે છે.
#हाथियों से पंगा???
Yesterday evening in #Golaghat #Assam.
One trampled in #NH37 near #Marangi_TE.
Kyonki HAATHI se panga liya….@ParveenKaswan@susantananda3 @SudhaRamenIFS @GolaghatPolice pic.twitter.com/TQmxqmEjM9
— Rupin Sharma IPS (@rupin1992) July 26, 2021
જંગલોની અંદર તો હવે જાનવરો રહે છે પરંતુ હવે રહેણાંક વિસ્તારોમાં પણ જાનવરો પ્રવેશી રહ્યા છે. જાનવરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા હોય છે. ક્યારેક પ્રાણીઓ પોતાનો રસ્તો ભૂલી જતા હોય છે. અને આ વિડીઓમાં પણ એવું જ બન્યું છે. હાથીઓનું એક ઝુંડ જંગલમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. આ સમય દરમિયાન કેટલાય લોકો પણ એકઠા થઇ જાય છે અને હાથી સાથે મજાક મશ્કરી કરી રહ્યા છે. પરંતુ લોકોને એ વાતની ભાન નથી કે આ કદાવર જાનવર તેમના માટે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે અને થોડા જ સમયમાં આ પ્રકારની મજાક અને મશ્કરી લોકોને ભારે પડી હતી.
વિડીઓમાં તમે જોઈ શકો છો કે, હાથીની મશ્કરી કરવામાં આવતા હાથી લોકોની પાછળ દોડવા લાગે છે, જેને કારણે એક વ્યક્તિ રસ્તા પર જ અચાનક પડી જાય છે અને હાથી તેમના પર ચડી જાય છે અને તે વ્યક્તિને કચડી નાખે છે. વિડીઓ જોઇને તમે તો એટલું તો કહી જ શકો કે, પ્રાણીઓ સાથે મજાક કરવું કેટલું ભારે પડી શકે છે. ત્રિશુલ ન્યુઝ પણ આપને સલાહ આપી રહ્યું છે કે, જાનવરો સાથે ક્યારેય પણ મજાક કરવી જોઈએ નહી, નહિતર પરિણામ ખુબ ગંભીર આવી શકે છે. જાનવરોને તેમની સ્વતંત્રા મુજબ છૂટથી જ જીવવા દો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.