સુરત(Surat): શહેરમાં જાહેર પરિવહન સેવા લોકઉપયોગી બનાવવા વધુ એક નાગરિક હિતમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા(SMC) દ્વારા જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે ઉમદા અભિગમથી નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની મહિલાઓ એક હજારના પાસમાં એક વર્ષ સુધી સીટી બસ(City Bus Unlimited Travel)માં મુસાફરી કરી શકશે.
જો વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં લાભ મેળવી શકે તે માટે સરળ પાસ યોજના શરૂ કરવાનો એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં મહિલાઓ હવે એક હજારના પાસમાં એક વર્ષ સુધી મુસાફરી કરી શકશે. એટલે કે 1 હજાર રૂપિયામાં આખું વર્ષ અનલિમિટેડ મુસાફરીની આ યોજનાની જાહેરાત સુરત મહાનગરપાલિકા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 1 એપ્રિલથી સરલ પાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. સરલ પાસ યોજનાનો લાભ બાળકો અને વૃદ્ધો પછી મહિલાઓને પણ મળવા જશે.
અમે તમને જણાવી દઈએ કે, જાહેર પરિવહન સેવાનો હાલ શહેરમાં રોજિંદા અઢી લાખ લોકો લાભ લઇ રહ્યા છે. આ યોજનામાં ત્રિમાસિક પાસના દર 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. છ માસના પાસનો દર રૂપિયા 500 રાખવામાં આવ્યા છે જ્યારે એક વર્ષના પાસનો દર રુપિયા 1 હજાર રખાવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, મહાનગરપાલિકા આ નિર્ણયને મહિલાઓ દ્વારા સારો આવકાર મળી રહ્યો છે, વધતી મોંઘવારીમાં સસ્તા પાસની યોજના લાભદાઈ નિવડશે તેવું મહિલાઓ જણાવી રહી છે. આ સરળ પાસ યોજનાનો વધુમાં વધુ લાભ લેવાશે અને મહિલાના હિતમાં ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ પણ મહિલાઓએ જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.