ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભલે બહેલું આવી ગયું હોય પરંતુ આ વર્ષે રાજ્યમાં પાણીની ભારે કટોકટી સર્જાણી છે. તેની પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં મોટાભાગના જળાશયો ખાલીખમ થઇ ગયા છે. રાજ્યમાં કુલ 206 જળાશયો એવા છે કે જેમા માત્ર 36 ટકા પાણી જ ઉપલબ્ધ છે. જયારે બીજી બાજુ અત્યાર સુધીમાં રાજ્યમાં ફક્ત 20% જેટલો જ વરસાદ પડ્યો છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલી, દ્વારકા અને જાફરાબાદમાં ખુબ જ ધમાકેદાર વરસાદ પડ્યો છે. જયારે બીજી બાજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખુબ જ ઓછો વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડવાને કારને ખેતીને ખુબ જ મોટું નુકસાન થવાની શક્યતા છે. જેને લીધે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે અને વરસાદ ક્યારે પડશે તેની રાહ જોઈ રહ્યા છે. જયારે બીજી બાજુ વરસાદ પાછો ખેંચાતા રાજ્યના જળાશયોમાં પણ પાણીનું સ્તર નીચે આવી ગયું છે.
રાજ્યમાં 100% પાણીથી ભરાયેલા માત્ર 2 જ જળાશયો રહ્યા છે. હજુ તો વરસાદ પાછો ખેંચાશે તો પાણીની ખુબ જ ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. રાજ્યમાં 13 જેટલા જળાશયો એવા છે કે જેમાં માત્ર 70% ટકા પાણી છે. જયારે અન્ય 14 જેટલા જળાશયો એવા છે કે જેમાં 50% ટકા પાણી છે. અન્ય 62 જેટલા જળાશયો એવા છે કે જેમાં 25% ટકા જેટલું પાણી રહ્યું છે. જ્યારે 112 જેટલા જળાશયો એવા છે કે જેમાં 25% ટકા કરતા પણ ઓછું પાણી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટના મેયર દ્વારા પણ પાણીની તંગીને લાગીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં તેમના જણાવ્યું છે કે, આજીડેમમાં પાણી છોડવામાં આવે નહિતર ઓગસ્ટ મહિનામાં રાજકોટમાં પાણીની અછત સર્જાશે તેવો તેમને સ્પષ્ટ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.