Russia Ukraine-war: રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિધાર્થી કાર દ્વારા આઇવિવ(Ivy) સિટી જઈ રહ્યો હતો. પરંતુ અધવચ્ચે જ તેમના પર હુમલો(Attack) થયો અને ગોળી વાગી હતી.
#HELP
Dear @PMOIndia
A student HARJOT SINGH was going to lviv city by car in #UKRAIN
was attacked & shot last night.Now admit in kiev hospital.
sincerely hope that @IndiainUkraine will help Harjot#RussianUkrainianWar@ravishndtv @MEAIndia @srinivasiyc @SonuSood @narendramodi pic.twitter.com/pySaBL4YqQ— Indian doctor ?? (@Indian__doctor) March 4, 2022
વિધાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે, મારું નામ હરજોત સિંહ છે અને હું એક વિધાર્થી છું. હું અહિયા યુક્રેનમાં ફસાયો છું. હું જ્યારે યુક્રેનમાં કાર દ્વારા આઇવિવ સિટી જઈ રહ્યો હતો તે સમય દરમિયાન અધવચ્ચે જ મારા પર હુમલો થયો અને મને ગોળી વાગી હતી અને યુક્રેનની એમ્બ્યુલન્સ મને ત્યાંથી હોસ્પિટલ લઈ ગઈ હતી. વધુમાં કહ્યું છે કે, હાલમાં ભારતીય દૂતાવાસથી લગભગ 20 મિનિટ દૂર તો હું કિવ શહેરની હોસ્પિટલમાં દાખલ છું. મને તમારી મદદ જોઈએ છે. કૃપા કરીને મને અહીંથી બહાર કાઢવામાં બનતી તમામ મદદ કરવામાં આવે.
પોલેન્ડ સરહદ સુધી પહોંચવાની કોશિશ:
બગડતી સ્થિતિ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભાગી રહ્યા છે અને ભારત પાછા ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાર કેન્દ્રીય પ્રધાનો હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહ યુક્રેનને અડીને આવેલા દેશોમાં બચાવ કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
સતત થઇ રહ્યા છે હુમલા:
અગાઉ કર્ણાટકના રહેવાસી નવીનનું યુક્રેનમાં મૃત્યુ થયું હતું. નવીન ગવર્નર હાઉસની નજીકના સ્ટોર પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવાની વસ્તુઓ લેવા માટે ઉભો હતો, ત્યારે તે રશિયન સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં તેનું મોત થયું. ઉલ્લેખનીય છે કે રશિયન સેના યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહી છે. આ યુદ્ધનો આજે 8મો દિવસ છે અને તેનો જલ્દી અંત આવે તેવી શક્યતાઓ દૂર દૂર સુધી દેખાતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.