આણંદ નજીક ઉભેલા ટેમ્પાની પાછળ બીજો ટેમ્પો અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, ઘટના સ્થળે જ 2 ના મોત

હાલમાં જ આણંદ તાલુકાના મોગર ગામની સીમમાં નેશનલ હાઇવે નં.48 ઉપર ટાયર બદલાવા ઉભેલ આઈશર ટેમ્પાને રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ટેમ્પાએ ભયંકર ટક્કર મારી તેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ અને ક્લીનરનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું જ્યારે ખુબ જ ઝડપે અથડાયેલા ટેમ્પા ચાલકનું પણ સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બોરસદ તાલુકાના નાના શેરડી ગામના રબારીવાસમાં રહેતા અરજીભાઈ મેમાભાઈ રબારી ગામના જશવંતભાઈ માસ્તર કપાસ ભરેલો આઈસર ટેમ્પો લઈને ઈડર જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે ત્રણ ખેડુતો દિનેશભાઈ રાવજીભાઈ પઢીયાર, મનહરસિંહ જશવંતસિંહ ઝાલા અને લક્ષ્મણસિંહ છત્રસિંહ પઢીયાર અને ક્લીનર તરીકે ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર આઈસર ટેમ્પો લઈને નેશનલ હાઈવે નં.48 ઉપર મોગર ગામની સીમમાં બીટુ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટેમ્પોના આગળનું ટાયર ફાટતા ચાલક અરજીભાઈએ ટેમ્પોને કન્ટ્રોલ કર્યો અને ટેમ્પો રોડની ડીવાઈડર નજીક ટ્રેક ઉપર ઉભો રાખી દીધો હતો.

ગાડીની પાર્કિંગ લાઈટો ચાલુ કરી તેઓ ગાડીનું ટાયર બદલવા માટે ગાડીની નીચે ઉતર્યા હતા. અને અરજીભાઈ ગાડીનું ટાયર ખોલતા હતા જ્યારે ક્લીનર ગોકળભાઈ જેક ચડાવતો હતો અને ત્રણ ખેડુતો બાજુમાં ઉભા હતા ત્યારે રાત્રીના 10:30 વાગ્યે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેમ્પોના ચાલકે ટાયર બદલવા ઉભેલા ટેમ્પોને પાછળથી ભયંકર ટક્કર મારી અને ટેમ્પો ખેંચાઈને ડીવાઈડર પર ચઢી ગયો હતો. આ અકસ્માતમાં દિનેશભાઈને માથામાં તેમજ મનહરભાઈને થાપામાં અને પગમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે ક્લીનર ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર ટેમ્પા નીચે કચડાઈ જતા સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું.

ખુબ જ ઝડપે પાછળથી અથડાનાર ટેમ્પોનું કેબીન આખું તૂટી ગયું હતું. ડ્રાઈવર તથા ક્લીનર કેબીનમાં ફસાઈ ગયા હતા. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ક્લીનર રમણભાઈ ભીખાભાઈ પરમારને આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ આવતા ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાસદ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. અને આ બનાવ અંગે અરજીભાઈ મેમાભાઈ રબારીની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મોતને ભેટનાર બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ આજે તેમના પરિવારજનોને સોપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *