સુરતમાં વધુ એક રાશન કૌભાંડ- ગરીબોનો કોળીયો ઝુંટવતા અને સરકારી અનાજ હજમ કરતા લોકોનો થયો પર્દાફાશ

સુરત(surat): સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે. પરંતુ આ રાશન માફિયાઓ દ્વારા ગરીબો સુધી પહોંચાડવામાં આવતું જ નથી. ત્યારે જાણવા મળ્યું છે કે, સરકાર દ્વારા આપવામાં આવતા રાશનમાં સુરત (surat)ના ઉધના(Udhana) વિસ્તારમાં ખુબ જ મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. રાશન માફિયાઓ દ્વારા વધુ એક રાશન કૌભાંડનો પર્દાફાશ થતા લોકોમાં ભારે રોષ દેખાયો હતો. જયારે મનપા દ્વારા ગેરકાયદેસર દુકાનની તપાસ દરમિયાન દુકાન માંથી સરકારી રાસન મળી આવતા ચકચાર મચી ગયો હતો.

સુરત શહેરમાં અવારનવાર અનાજના કૌભાંડ સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત અનાજ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં અનાજ સગેવગે કરવાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ સચિનમાં સરકારી અનાજ કૌભાંડ થયેલ છે. ત્યારે સુરત શહેરના ઉધના ખાતે આવેલ યુ-38 નમ્બરની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં ગરીબોનું અનાજ સગેવગે કરનારા કાળાબજારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, સસ્તા અનાજની દુકાનદાર ગરીબોનું અનાજ બહાર જ સગેવગે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના ઉધના ખાતે આવેલ યુ-38 નમ્બરની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અનાજ બહાર સગેવગે કરતા હોવાનું સામે આવ્યું છે.

આજે છેલ્લી તારીખ હોવા છતાં મોટા માત્રામાં જથ્થો મળી આવ્યો છે. અને ગરીબ લોકોને અનાજ મળેલ નથી. આ ઘટના દરમિયાન દુકાનના સંચાલક દક્ષાબેન સી મહેતા નહીં આવતા અધિકારી દ્વારા તાળું તોડી તાપસ શરુ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *