સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે. પરંતુ આ રાશન માફિયાઓ દ્વારા ગરીબો સુધી પહોંચાડવામાં આવતું જ નથી. ત્યારે જાણવા મળ્યું છે કે, સરકાર દ્વારા આપવામાં આવતા રાશનમાં સુરત (surat)ના ઉધના(Udhana) વિસ્તારમાં ખુબ જ મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. રાશન માફિયાઓ દ્વારા વધુ એક રાશન કૌભાંડનો પર્દાફાશ થતા લોકોમાં ભારે રોષ દેખાયો હતો. જયારે મનપા દ્વારા ગેરકાયદેસર દુકાનની તપાસ દરમિયાન દુકાન માંથી સરકારી રાસન મળી આવતા ચકચાર મચી ગયો હતો.
મળતી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાના શોપીંગ સેન્ટરમાંથી 350 થી 400 કટ્ટા જેટલું અનાજ મળી આવ્યું છે. જયારે આ અનાજનો જથ્થો લોકોને 1 થી 15 તારીખમાં આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક દુકાનદારો દ્વારા આ જથ્થો લોકોને આપવામાં આવ્યો ન હતો. જયારે આ મહિનો પૂરો થતા પણ અનાજ ન આપવાનું કાવતરું દુકાનદારો દ્વારા કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે, મળી આવેલ આ અનાજના જથ્થામાં પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે .
મળતી માહિતી અનુસાર આ અનાજનો જથ્થો સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા કબજે કરાયેલ અનાજનો જથ્થો સુરત મહાનગરપાલિકા શોપીંગ સેન્ટરમાં મુકવામાં આવ્યો હતો. જયારે મનપા દ્વારા ગેરકાયદેસર અનાજ રાખતી દુકાનો તપાસવામાં આવી ત્યારે મોટી માત્રામાં ઘઉં અને ચોખાનાં કટ્ટાઓ મળી આવ્યા હતા. હાલ ગેરકાયદેસર મળેલ અનાજને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ દુકાનો-ગોડાઉન સિઝ કરી મનપા કચેરી લઈ જવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.