ભલે નરેશ પટેલ પંખા જેવો ગોળ ગોળ જવાબ આપે- પણ એક યુવાને જણાવી ક્યારે જોડાશે રાજકીય પાર્ટીમાં, વાંચો હકીકત

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું રાજકારણ ગરમ ચાલી રહ્યું છે. ખોડલધામ ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલના રાજકારણમાં જોડવા અંગેની હલચલ ખુબ તેજ બની ગઈ છે અને થોડા દિવસો અગાઉજ નરેશ પટેલએ દિલ્હી કોંગ્રેસ હાઈ-કમાન્ડ તેમજ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ થોડા દિવસ પેહલા પણ ગોંડલ સ્થિત સમાજની મીટીંગ તેઓ પોતાનો નિર્ણય માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર કરશે એવું કહ્યું હતું.

ગુજરાતના રાજકારણમાં આજના સમયે સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હોય તો તે છે ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશ. છેલ્લા ઘણા મહિનાઓથી નરેશ પટેલ રાજકારણ પ્રવેશ અંગે નિવેદન આપી રહ્યા છે, અને સમય માંગી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગેના નિર્ણયમાં આટલો બધો વિલંબ કેમ? એવો સવાલ લોકોના મનમાં ઉઠ્યો છે. ત્યારે આજે નરેશ પટેલે સાંજે રાજકોટ સરદાર પટેલ ભવન ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખોડલધામની સર્વે સમિતિ ગુજરાતભરમાં સર્વે કરી રહી છે ત્યારપછી  સામેથી જણાવશે કે મારે શું નિર્ણય લેવો? કયા પક્ષો સાથે જોડાવું.

નરેશ પટેલ જણાવી રહ્યા છે કે, એક અભિપ્રાય પ્રમાણે યુવાનો એવું કહી રહ્યા છે કે, ખોડલધામ ચેરમેન પદે રાજીનામું આપશો એ એમને પરવડશે નહિ. નરેશ પટેલ કહી રહ્યા છે, હજુ મને તમે સાથ સહકાર આપો, મને હજુ થોડો સમય આપો, જો મારો દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે, કાલથી પ્રવાસે જઈશ પ્રશાંત કિશોરને લાંબા સમય પહેલા મળ્યો હતો તે અલગ મુદ્દો છે.

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સર્વેમાં બે વાત આવે છે. જે જગ્યાએ હું બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવું. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે. અને ત્યાં સર્વે ચાલી રહ્યો છે. ત્રણ પાર્ટીના નેતાઓ મારા સંપર્કમાં છે. સેવા કરવા માટે રાજકારણમાં જોડાવું તે અમુક અંશે ખૂબ જ સારું છે. અને જરૂરી છે. હું રાજકારણમાં જોડાઈ જાવ તો ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામુ આપી દઈશ.

ખોડલધામ ચેરમેન નરેશ પટેલના અગાઉ આપેલા વાયદા મુજબ તેઓ 20 માર્ચ થી 30 માર્ચની વચ્ચે જાહેરાત કરવાના હતા. એ સંદર્ભે નરેશ પટેલ જણાવી રહ્યા છે, હું તમને કહીશ પણ હજી ઘણા બધા મિત્રોનો સર્વે બાકી છે. બંધારણ મુજબ હું રાજકારણમાં જાઉ તો મારા ખોડલધામ ચેરમેન પદેથી રાજીનામું આપવું પડે તેમાં કોઈ બે મત નથી. પરંતુ જો નરેશભાઈ રાજકારણમાં જાય તો ખોડલધામનું ચેરમેન પદ મૂકવાનું થતું નથી, એવી વાત સોશિયલ મીડિયામાં વહેતી થઇ છે.

કાલથી ફરી પ્રવાસે જાઉ છું અને શનિવારે પાછો ફરીશ, જિલ્લાથી તાલુકા, અને તાલુકા થી ગામડા લેવલ સુધી ખોડલધામનું મારું નેટવર્ક છે. આની નીચે સમિતિ આવે છે. આ સમિતિ ઘરે જઈને સર્વે કરે છે કે નરેશભાઈને આજકાલમાં આગળ વધવું જોઇએ કે નહીં? આ એક લાંબી પ્રોસેસ છે મને નથી લાગતું કે આ પ્રોસેસ ટૂંક સમયમાં પૂરી થાય એટલ ત્રીજા અઠવાડિયામાં ફરી મીડિયા મિત્રો સમક્ષ આવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *