ભૂગર્ભમાં ઉતરી ગયેલા દેવાયતનો વધુ એક વિડિયો વાયરલ- Vallabhbhai Patel નું અપમાન કરતા કહ્યું…

હાલ રાજ્યમાં વિવાદિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khava) ખૂબ ચર્ચામાં છે. ધોળા દિવસે ખુલ્લેઆમ મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરી દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ સામે આવતા દેવાયત ખવડની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો હતો. સાથે જ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ દેવાયત ખવડ ઘરે તાળા મારી ફરાર થઈ ગયા છે.

છેલ્લા પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડ નો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી. ત્યારે આવા સમયે દેવાયત ખવડ ના જુના વિડીયો સામે આવ્યા છે, જેમાં તેઓ સરદાર પટેલનું અપમાન કરતા દેખાઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં ફરી એક વખત આ વિડીયો વાયરલ થયો છે, જેમાં દેવાયત ખવડ સરદાર પટેલ (Vallabhbhai Patel) ના પિતાનું નામ લઇ તેનું અપમાન કરી રહ્યા છે.

શરૂ ડાયરા દરમિયાન દેવાયત ખવડે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. જેનો વિડીયો ફરી સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. Vallabhbhai Patel નો આ વિડીયો વાયરલ થતા લોકોમાં રોષની લાગણી છવાઈ હતી. ફકત પટેલ સમાજ જ નહીં પરંતુ, અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના આ નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. આ વીડિયોમાં દેવાયત બોલી રહ્યા છે કે…

રાજકોટના સ્વેશ્વર ચોક પાસે થયેલી ઘટના દિવસેને દિવસે વેગ પકડી રહી છે. “રાણો રાણાની રીતે” કહેનારા દેવાયત ક્યાં ગાયબ થઈ ગયા છે તે કોઈ નથી જાણતું. ત્યારે આવા સમયે લોકો દેવાયત ખવડના વિવાદિત વિડિયો વાયરલ કરી રહ્યા છે. આવો જ એક બીજો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેવાયત શરૂ ડાયરામાં બંદૂકના ધડાકા કરી રહ્યા છે. જોકે ત્રિશુલ ન્યુઝ આ કોઈ વિડિયો ની પુષ્ટિ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *