BRTS બસે વધુ એક મહિલાનો ભોગ લીધો- અડફેટે લઇ ફરાર થયો બસ ચાલક, મહિલાનું ઘટના સ્થળે જ દર્દનાક મોત

સુરત (Surat) શહેરમાં બીઆરટીએસ બસ (BRTS Bus) વધુ એકનો ભોગ લીધો છે. સુરત શહેરના અમરોલી (Amroli) વિસ્તારમાં BRTS બસની અડફેટે આવતા એક મહિલાનું મોત થયું હતું. આ પહેલા પણ બીઆરટીએસ બસ અને સીટી બસ અકસ્માતના કારણે ચર્ચાનો વિષય બની છે, ત્યારે ફરી એક વખત મહિલાને બીઆરટીએસ બસે કાળનો ભેટો કરાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, અમરોલી વિસ્તારમાં, એક મહિલાનો મૃતદેહ BRTS રૂટ ઉપર પડેલો હતો, પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, મહિલા બીઆરટીએસ રૂટ ઉપરથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી હતી અને ઘટના સ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું.

અકસ્માતમાં મોતને ભેટનાર મહિલાની ઉંમર આશરે ૪૧ વર્ષની છે. આ મહિલા ગણેશપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કૃષ્ણનગર સોસાયટી માં રહેતી હતી. જાણવા મળ્યું છે કે આ મહિલાનું નામ ઈરાની દુત્તા છે. મૃતક મહિલા પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું.

ઘટના સર્જાતાં જ સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થયા હતા, અને તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. પરંતુ તે પહેલા જ મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારીને ઘટનાની જાણ થતા, ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી. મહિલાને અડફેટે લઇ બસ ચાલક પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ કેસ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *