ગુજરાતમાં ભ્રષ્ટાચાર ની બધી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે બીજી તરફ એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા ભ્રષ્ટાચાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં આજે બે અધિકારીઓ અને તેમનો પ્રાઇવેટ માણસ લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે.
શું છે સમગ્ર ઘટના?
સુરત એ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર એકે ચૌહાણ અને સ્ટાફ દ્વારા આજે એક રેડ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરનાર દુકાનદારને જીએસટી નથી ભર્યો અને પેનલ્ટી કરવી પડશે તેવું કહીને પતાવટ ના રૂપિયા માંગ્યા હતા. જેમાં સેન્ટ્રલ જીએસટી CGST ના supritendent અને ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓને 15 હજાર રૂપિયાની લાંચ લેતા ACB એ પકડી પાડયા છે.
એન્ટી કરપ્શન બ્યુરોને મળેલી ફરિયાદ અનુસાર સુરતના કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલી એક દુકાનમાં ભાગીદારીમાં ધંધો કરતાં વેપારીને સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હતા અને દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. જેને લઇને અધિકારીઓએ ફરિયાદીને દુકાનમાં કોઈ ડિસ્પ્લે કે બેનર લગાવેલ નથી. તેમજ ફરિયાદીના ધંધા અંગે બતાવવામાં આવેલા પુરાવાઓને આધારે ફરિયાદી ૩૮ લાખ નો ધંધો કર્યો છે. પરંતુ ધંધાના પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું કહીને પેનલ્ટી ભરવાની વાત કરી હતી. પરંતુ પતાવટ માટે ૨૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. પરંતુ રકઝકના અંતે ફરિયાદી પાસેથી ૧૫ હજાર રૂપિયાની માગણી કરી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હતા. તેથી એસીબી નો સંપર્ક કર્યો હતો જેથી ફરિયાદના આધારે એસીબીએ છટકું નું આયોજન કર્યું હતું. જેથી જસ્ટીન કાંતિલાલ માસ્ટર, સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ
એકસાઇઝ, નાનપુરા, સુરત, વર્ગ-ર (૨) આશિષ રણવીરસિંહ ગેહલાવત, ઇન્સ્પેકટર, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ , નાનપુરા, સુરત, વર્ગ- ૨, (૩) જીમ્મી વિજયકુમાર સોની (ખાનગી વ્યકિત) એ ભેગા મળીને લાંચની રકમ સ્વીકારેલ હોવાથી, ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ હોવાથી, ત્રણેય આરોપીઓને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.