અમદાવાદીઓએ કરી કાશ્મીરી અલગાવવાદીઓ જેવી હરકત, પોલીસ પર કર્યો પથ્થરમારો- વિડિયો

લોક ડાઉનના કડક અમલ બાબતે અમદાવાદમાં ગોમતીપુર, વેજલપુર બાદ સરદાર નગર પોલીસ પર હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

જેમાં સરદારનગર વિસ્તારમાં આવેલા માતાજીના મંદિર પાસે ટોળું ભેગું થયેલું હતું. આ અંગેના સમાચાર મળતા સરદાર નગર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટોળાને વિખેરવા પ્રયાસ કરતા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો.

આ હુમલામાં સરદારનગર પીઆઇ હેમંત પટેલ અને અન્ય પોલીસકર્મી ઘાયલ થયા હતા. સરદારનગર પોલીસે રાયોટિંગ તથા જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે 3 મહિલા સહિત 16 લોકોની અટકાયત કરી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

13 હજારથી વધુનું સામેથી શોધી ટેસ્ટિંગ કર્યું,જેમાંથી 1064 પોઝિટિવ આવ્યા 

મ્યુનિસિપલ કમિશનરે [પોતાના ડેઈલી બુલેટીનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કેસની સંખ્યા ઘટી રહી છે, આપણે દુનિયામાં થયેલા સારામાં સારા ટેસ્ટિંગની હરોળમાં આવી ગયા છીએ. કોઈએ ડરવાની જરૂર નથી,પણ સાવચેતીની જરૂર છે.હળવાશથી લેવાની જરૂર નથી. આ ખતરનાક વાઈરસ છે. આપણે કુલ 2195નું સામેથી આવેલા લોકોનું ટેસ્ટિંગ કર્યું છે જ્યારે 13 હજારથી વધુને સામેથી શોધીને ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 1064 પોઝિટિવ આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 15920 હજાર જેટલા ટેસ્ટ કર્યાં છે, પર મિલિયન 2600 ટેસ્ટ થયા છે. વિકસિત દેશો અને જાપાન કરતા પાંચ ગણું વધું છે. ગીચ વિસ્તારમાં 622 ટીમોએ 3 લાખથી વધુનું સર્વેક્ષણ કર્યું છે. ગાર્બેજ કલેક્શન કરતા, પેટ્રોલ પમ્પ એટેન્ડન્ટ, શાકભાજી અને કરીયાણા વાળા જેવા સુપર સ્પ્રેડર શોધીને 413 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે સાથે કુલ 4000ની ક્ષમતા ધરાવતું નવુ કોવિડ સેન્ટર પણ ઉભું કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *