થોડા દિવસ પહેલાં જ દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જીલેટિનથી ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. આ કેસમાં હવે તપાસ કરી રહેલ ટીમ દ્વારા માઈક્રો તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મનસુખ હિરેનના નિધન પછી તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે.
જેમાં ખાસ કરીને સચિન વજે સહિત 5 લોકો કે જે સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તે અમદાવાદથી ખરીદીને એક્ટિવ થયા છે. હવે તેના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ ATSની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે કે, જે હાલમાં સીમકાર્ડ વેચનાર સુધી પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
અલગ-અલગ નામે સીમકાર્ડ ખરીદ્યા હતા :
મુંબઈ પોલીસ દ્વારા હત્યા કેસમાં જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મનસુખની હત્યા અગાઉ તેણે 5 સીમ કાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સીમ કાર્ડની ખરીદી કરવાની સૂચના NIA એ જેની ધરપકડ કરી હતી તેવા આસીસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા.
વેચનારની તપાસ શરૂ :
વધુ પુરાવા મેળવવા માટે અમદાવાદમાં આવી તપાસનો દૌર આગળ વધારવામાં આવ્યો છે. જે 5 વ્યક્તિના નામે અમદાવાદથી સીમકાર્ડની ખરીદી કરવામાં આવી તેઓ કોણ છે તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે? સીમ કાર્ડ વેચનાર દુકાનદારે સીમ કાર્ડ એક્ટિવ કરતાં પહેલા જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં. આ મામલે તપાસ કરવા ATSની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મુકેશ અંબાણીનાં ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું હતું કે, એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે 1 વાગ્યાના અરસામાં પાર્ક કરવામાં આવી હતી.
આની અગાઉ પણ આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી ગઈ હતી. અહીં અંદાજે 10 મિનિટ સુધી ઊભી રહી હતી. આ ગાડીમાંથી જિલેટિનની કુલ 20 સ્ટિક્સ મળી આવી હતી, આની સાથે જ કેટલાંક દસ્તાવેજ પણ મળી આવ્યા હતા.
ત્યારબાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. આની સાથે જ અત્યાર સુધીમાં આ મામલામાં કેસ પણ નોંધી લેવામાં આવ્યો છે. આની સાથે જ CCTVથી પુરાવા શોધવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આની સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે કે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે.’
200 મીટર દૂર ઊભી હતી શંકાસ્પદ કાર :
મુકેશના ઘર એન્ટિલિયાથી અંદાજે 200 મીટર દુર એક શંકાસ્પદ SUVમાંથી ગુરુવારની સાંજે જિલેટિનની કુલ 20 સ્ટિક્સ મળી આવી હતી. તપાસ વખતે કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા મુજબ, એન્ટિલિયામાં બુધવારની રાત્રે 1 વાગ્યાના સુમારે SUV ઊભી કરવામાં આવી હતી. અહીં 2 ગાડી જોવા મળી હતી, જેમાંથી એક ઈનોવા પણ સામેલ હતી. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો.
ગાડીમાંથી શું શું મળ્યું?
એન્ટિલિયાની બહાર જે ગાડી મળી આવી સ્કોર્પિયો કારને રાત્રે 1 વાગ્યાના સુમારે ઊભી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે કે, જેમાં જિલેટિનની કુલ 20 સ્ટિક્સ મળી આવી હતી. આ ગાડીની અંદર ચિટ્ઠી પણ મળી આવી હતી જેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાંના એક વાહન સાથે મેચ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle