જાણો કેમ કોરોના વેક્સીન આવ્યા બાદ પણ વધી રહ્યો છે કોરોના, 11 ફેબ્રુઆરી પછી કેસમાં 368 ટકાનો વધારો

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આજે 22 માર્ચ એટલે કે, આજથી એક વર્ષ અગાઉ PM નરેન્દ્ર મોદીની અપીલ પર સમગ્ર દેશમાં જનતા કર્ફ્યૂનો અમલ…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આજે 22 માર્ચ એટલે કે, આજથી એક વર્ષ અગાઉ PM નરેન્દ્ર મોદીની અપીલ પર સમગ્ર દેશમાં જનતા કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ લોકડાઉનની ટ્રાયલ હતી. ટ્રાયલ સફળ રહ્યાં બાદ 25 માર્ચથી કોરોનાના સતત વધતા જતાં આંકડાઓની વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની શરૂઆત થઈ હતી.

એમ છતાં કોરોનામાં સતત વધારો થતો જઈ રહ્યો હતો. એકથી બીજું, બીજાથી ત્રીજું તેમજ ત્રીજાથી ચોથું લોકડાઉન લાગ્યું હતું. ત્યારબાદ શરૂ થયો અનલોકનો રાઉન્ડ. આ બધાની વચ્ચે કોરોના સતત વધતો ગયો હતો. સપ્ટેમ્બર માસ સુધી આ ગતિ સતત વધતી જતી રહી હતી.

જ્યારે ઓક્ટોબર મહિનો આવ્યો ત્યારે જણાવવામાં આવ્યું કે, હવે તો હવામાન બદલાવાની શરૂઆત થશે તો આ આંકડા હજુ વધશે પરંતુ આનાથી ઊલટું થયું. કોરોનાના કેસમાં ઘટાડો થવાં લાગ્યો હતો. આ વર્ષે જાન્યુઆરી માસમાં સમગ્ર દેશમાં વેક્સિન પણ આવી ગઈ હતી.

આવા સમયની વચ્ચે આપણને લાગ્યું કે હવે બધું બરાબર છે પણ ફરી એકવખત આપણી વિચારધારાથી વિરુદ્ધ કોરોનાએ પલટી મારી છે. આ વર્ષે 11 ફેબ્રુઆરી બાદ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં દરરોજ વધારો થવાની શરૂઆત થઈ હતી કે, જે ગયા વર્ષે નવેમ્બર માસ પછીથી સતત ઘટી રહ્યા હતા.

11 ફેબ્રુઆરીને ફક્ત 1 દિવસમાં સમગ્ર દેશમાં માત્ર 9,353 કેસ નોંધાયા હતા. 20 માર્ચે આ સંખ્યામાં વધારો થઈને કુલ 43,815 થઈ હતી એટલે કે 368% કરતાં વધુની છલાંગ. આ દરમિયાન મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. મહારાષ્ટ્ર, પંજાબ જ્યારે બીજા પીક બાજુ આગળ વધી રહ્યાં છે ત્યારે મધ્યપ્રદેશ, દિલ્હી સહિત 6 એવાં રાજ્યો છે કે, જ્યાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાયો છે.

વેક્સિન આવ્યા પછી પણ કેસમાં સતત વધારો જોવા મળ્યો :
આ વર્ષ દરમિયાન 16 જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 4.5 કરોડથી વધારે વેક્સિનના ડોઝ લગાવી દેવામાં આવ્યા છે પણ ફક્ત 75 લાખ લોકોને જ વેક્સિનના બંને ડોઝ આપી શકાયા છે. વર્ષભરથી કોરોના દર્દીઓની સારવાર કરી રહેલ તેજ પ્રતાપ તોમર જણાવે છે કે, વેક્સિન એ ઇમ્યુનિટી બૂસ્ટર છે, ઉપાય નથી.

જ્યાં સુધી અંદાજે 50 કરોડ લોકોને વેક્સિન આપવામાં ન આવે ત્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી આવશે નહીં. ત્યાં સુધી આપણે બધા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે. જો આપણે આ જ રીતે બેદરકાર બની રહ્યા તો એક વર્ષ અગાઉ જેવી પરિસ્થિતિ ફરીથી જોવા મળી શકે છે.

આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધન જણાવે છે કે, વેક્સિન આવ્યા પછી લોકોએ તો માસ્ક પહેરવાનું જ બંધ કરી દીધું અથવા તો માસ્ક યોગ્ય રીતે પહેરવાનું છોડી દીધું હતું. કોરોના સંક્રમણમાં વધારો થવાનું આ સૌથી મોટું કારણ છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં શનિવારે કુલ કેસોમાંથી 77.7% એટલે કે 43,846 નવા કેસ નોંધાયા છે.

પંજાબ નવા કેસમાં કેરળથી આગળ નીકળ્યું, મહારાષ્ટ્ર બાદ બીજું રાજ્ય બન્યું :
મહારાષ્ટ્રમાં હવે મહામારીની પ્રથમ લહેર કરતાં પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે. દેશના કુલ 76.48% એક્ટિવ કેસ આ ફક્ત 3 રાજ્યમાં જ છે. સંક્રમણમાં વધારો થવાનું એકમાત્ર કારણ વેક્સિનેશન ઓછું થવું પણ છે. મહારાષ્ટ્ર-પંજાબમાં માત્ર 2.06% તથા 1.21% વસતિને જ વેક્સિન આપવામાં આવી છે. કેરળ વસતિના કુલ 3.44% લોકોને વેક્સિનનો એક ડોઝ આપી ચૂક્યું છે. નવા કેસનાં બાબતે પંજાબે કેરળને પાછળ છોડી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *