કંગના રનૌત બાદ આ પ્રખ્યાત અભિનેત્રીને મળી શકે છે Y કેટેગરીની સુરક્ષા -નામ જાણીને ચોંકી જશો… 

થોડા દિવસ પહેલાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતને Y કેટેગરીની સુરક્ષા મોદી સરકાર દ્વારા આપવામાં આવી હતી. હાલમ પણ આવાં જ કઈક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. પાયલ ઘોષ હાલમાં એક વાતને લઈ ખુબ ચર્ચામાં આવી હતી. એણે બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર દુષ્કર્મનો આરોપ લગાવીને હાલમાં તો FIR પણ દાખલ કરવામાં આવી છે.

આ બધું થયા પછી અભિનેત્રી પાયલ ઘોષે મંગળવારનાં રોજ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની સાથે મુલાકાત કરી હતી. પાયલ ઘોષે જણાવતાં કહ્યું હતું કે, આ બધું કર્યા બાદ એના જીવને જોખમ રહેલું છે. જેને લીધે હવે રાજ્યપાલની પાસે અભિનેત્રીએ Y કેટેગરીની સુરક્ષાની માંગણી કરી છે. આ સમયે અભિનેત્રીની સાથે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે પણ ઉપસ્તિથ રહ્યાં હતા.

મીડિયાની સાથે વાત કરતાં પાયલ ઘોષે જણાવતાં કહ્યું હતું કે, અમે એમની સામે અમારી વાત મૂકી છે તથા એમના રેકોર્ડ માટે એમને કોમ્પેક્ટ પેપર પણ આપવામાં આવ્યા છે. અમે એમની પાસેથી Y કેટેગરીની સુરક્ષાની માંગણી કરી છે. તેઓએ અમારી સાથે ખૂબ સરસ રીતે કોઓપરેટ કર્યું છે. એમનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર મુંબઈમાં આવેલ વર્સોવા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધ્યો છે પણ હજી સુધીમાં પોલીસ દ્વારા કશ્યપની ધરપકડ કરવામાં આવી નથી. પાયલ ઘોષની માંગણી છે કે, અનુરાગ કશ્યપની ઝડપથી ધરપકડ કરવામાં આવે.

પાયલ ઘોષે સોમવારનાં રોજ રાજ્યસભાનાં સાંસદ રામદાસ આઠવલે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે એમણે જણાવતાં કહ્યું હતું કે, અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યાં પછી એને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે. આજે પાયલ આ મામલે મહારાષ્ટ્રનાં રાજ્યપાલને મળી હતી.

આની સાથે જ રામદાસ આઠવલેએ પાયલને સાથ આપતાં જણાવતાં કહ્યું હતું કે, જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેનું શોષણ કરવામાં આવ્યું હતું. એમણે જણાવતાં કહ્યું હતું કે, મુંબઈની પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ પણ અનુરાગ કશ્યપને હજી સુધી કોલ કર્યો નથી. પાયલ ઘોષે બધા લોકોની સામે જણાવતાં કહ્યું કે, જો અનુરાગની ધરપકડ કરવામાં નહીં આવે તો એ ભૂખ હડતાલ પર બેસશે.

પત્રકાર પરિષદમાં રામદાસ આઠવલેએ પોલીસ વતી પાયલ ઘોષની સુરક્ષા આપવાની પણ માંગણી કરી છે. પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવીને પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. એમના વકીલ નીતિન સાતપુતે જણાવતાં કહ્યું હતું કે, મહિલાની સાથે બળાત્કાર, ગેરવર્તન તથા અભદ્ર વર્તનના કેસમાં ICCની કલમ નં. 376, 354, 341, 342 અંતર્ગત લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે.

અનુરાગ કશ્યપે પાયલ ઘોષ દ્વારા લગાવવામાં આવેલ બધાં જ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આની સાથે જ બોલિવૂડની કેટલીય અભિનેત્રીઓ અનુરાગના સપોર્ટમાં પણ ઉતરી છે. બીજી બાજુ પાયલ ઘોષે PM નરેન્દ્ર મોદી તેમજ ગૃહપ્રધાન અમિત શાહને ટેગ કરતાં ટ્વિટર પર ન્યાય માટેની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *