બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટે 2012માં ‘સ્ટુડેન્ટ ઓફ ધ ઇયર’ મુવીથી પોતાનું કરિયર ચાલુ કર્યું હતું. આલિયાએ હાલ સુધી બોલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મો કરી છે. તે સમયે હાલ અભિનેત્રી આલિયા ભટ્ટની કમાણી વિશે માહિતી બહાર આવી છે.
તમને લોકોને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેતાઓ તેમની ફિલ્મો દ્વારા જ કમાણી કરે છે. પણ તેની સાથે જ તેઓ કેટલાય સાઇડ બિઝનેસ પણ કરે છે. તેમાં, અલગ અલગ કંપનીઓમાં રોકાણ, જાહેરાતો, ફોટોશૂટ તેમજ સોશિયલ મીડિયા શેયરિંગ માધ્યમ દ્વારા કમાણી કરે છે. મળેલ માહિતી અનુસાર બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ દ્વારા હાલમાં કંપની લાઇફસ્ટાઇલ બ્રાન્ડ નાઇકામાં રોકાણ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે કેટલું રોકાણ કર્યું છે તે વિશે અત્યારે કઈ જાણવા મળ્યું નથી.
વર્ષ 2018માં 58.83 કરોડ તેમજ વર્ષ 2019માં 59.21 કરોડ જેટલા રૂપિયાની કમાણી:
તમને લોકોને જણાવી દઈએ કે, ગયા વર્ષે ફોર્બ્સ ઇન્ડિયાની ટોપ 100 સિલેબ્રિટીઝનાં લીસ્ટમાં આલિયા ભટ્ટ 8માં નંબરે હતી. જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓમાં આલિયા ટોચ ઉપર હતી. ફોર્બ્સ વર્ષ 2019નાં રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટે ગયા વર્ષે 59.21 કરોડ જેટલાં રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વર્ષ 2018માં 58.83 કરોડ જેટલાં રૂપિયાની કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ મોટાભાગે ફિલ્મો દ્વારા કમાણી કરે છે.
ઇન્સ્ટાગ્રામની બધી પોસ્ટ પ્રતિ 1 કરોડ રૂપિયા:
આ ઉપરાંત, તે યુટ્યુબ ચેનલ દ્વારા પણ સારી કમાણી કરે છે. આલિયાની આ ચેનલ ઉપર ફિટનેસ, કિચનનાં વીડિયો શેર કરવામાં આવે છે. આ ઉપરાંત આલિયા દ્વાર ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરવામાં આવ્યું છે. હાલના સમયમાં આલિયાએ ફેશન ટેક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. આ સિવાય, ઇંસ્ટાગ્રામ રિચ લિસ્ટ વર્ષ 2019નાં રિપોર્ટ મુજબ, આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામની બધી પોસ્ટ પ્રતિ 1 કરોડ રૂપિયા લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle