સુરત APMC ના પૂર્વ ચેરમેન રમણ જાની ના નામનો એક લેટર બોબ વાઇરલ થયો છે. જેમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ (C R Patil, Gujarat), રાજ્યમંત્રી મુકેશ પટેલ ને સંદીપ દેસાઈને ઇના-મીના-દિકા મોટા ચોર હોવાનો આરોપ લગાવીને, અનેક ગોટાળાઓ માં સંદીપ દેસાઈ અને આ નેતાઓનીની ભૂમિકા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ લેટર કોણે લખ્યો છે તેની પુષ્ટિ હજુ સુધી થઇ શકી નથી. પરંતુ ભાજપ નેતાના નામે વાઈરલ થયેલા આ કથિત પત્રમાં શું લખાયું છે એ વાંચો અહિયાં:
સુરત જીલ્લાને લુટ્નાર સંદિપ દેસાઇ, મુકેશ પટેલ, નરેશ પટેલ ત્રણ મુખ્ય ગદ્દારોને ઓળખી લો. એ.પી.એમ.સી. ની 1200 કરોડની જમીન પચાવી પાડવા ડીરેકટરોને ધમકી આપી ગોવા ઉઠાવી જનાર રમણ જાનીને ખુલ્લા આંશુએ રડાવનાર મુકેશ પટેલથી હવે ચેતી જજો. સંદિપ દેસાઇ અત્યાર સુધી બધા જ મુખ્ય નેતા જોડે ગદ્દારી કરી ચુકયો છે.
હવે ડીસ્ટ્રીક બેંકના ચેરમેન નરેશ પટેલ નો ભોગ લેવાશે તે વાત પાકી છે. સી.આર પાટીલ ના સંબંધી કોન્ટ્રાકટર સાગર દંડવટેને રાતો રાત સંદિપ દેસાઇ પોતે ચેક પર સહી કરી 7 કરોડ ચુકવી દીધા રમણ જાની ને ભ્રષ્ટાચારી કહેનાર સંદિપ દેસાઇ પોતે દરેક બોર્ડ મીટીંગમાં ઠારાવ બૂક્માં ચેરમેન તથા વાઇઝ ચેરમેન તરીકે સહી કરી છે તો સંદીપ દેસાઇ કેટ્લા ભ્રષ્ટાચારમાં કેટલો ભાગીદાર ?
સંદિપ દેસાઇ જીલ્લા ભાજપના પ્રમુખ બનવા પહેલા સી.આર.પાટીલને જાહેરમાં માં અને બહેન ની ગાળો આપતો હતો. સુરત જીલ્લા ભાજપ કાર્યાલય દ્વારા નવુ કાર્યાલય બનાવવા માટે બારડોલીમાં ગણેશ સોડા ફેકટરીની પાછળ, મીધોળા નદીના કિનારે જમીન ખરીદવામાં આવી જે જમીનની બજાર કિમંત 1 કરોડ 50 લાખ થાય છે. જે જમીનની કિમંત સંદિપદેસાઇ દ્રારા 4 કરોડ 70 લાખ રૂપિયા ચૂકવવામાં આવી.
ડીસ્ટ્રીક બેંકની કર્મચારીની ભરતી ના 50 ઉમેદવારો પાસે કુલ 5 કરોડ 11 રૂપિયા લેવામાં આવ્યા.બેંક્મા કોન્ટ્રાકટર પાસે પોતાના બંગલો મફતમાં બનાવી કરોડોનો ભ્રષ્ટાચાર કરેલ છે. અનેક સુરત ડીસ્ટ્રીક કો-ઓ. બેંકની મહિલા કર્મચારી 11 સાથે રંગ-રેલીયા મનાવનાર નરેશ પટેલ આવનરા દિવસોમાં સુમુલના ચેરમેન માનસીંગ પટેલ સાથે ગદ્દારી કરી નરેશ પટેલ સુમુલના ચેરમેન બનશે.
પહેલા ચુકવાઇ ગયેલ બીલના ભાવ વધારાની રક્મ આપવાનો ગેરકાયદેસર ઠરાવ કરી 7 કરોડ્તી રક્મ ચુકવી દેવામાં આવી આ રક્મ ચુકવાઇ ત્યારે ઠરાવ્નો અમલ પણ ન થયેલ હતો અને ઠરાવ એ.પી.એમ.સી.ના ચોપડે લખાયેલ પણ ના હતો, આ લેટરમાં શિવાજી અંગે ટીપ્પણી કરીને આ લેટર વાઈરલ કરનારે સી આર પાટીલને પણ આડે હાથે લીધા છે. હાલમાં તો આ લેટર ચર્ચોનો વિષય બન્યો છે અને આ લેટર ખરેખર રમણ જાનીએ જ લખ્યો છે કે કેમ એ તપાસનો વિષય છે. આ લેટરની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ કરતુ નથી.