તડકો, પ્રદૂષણ વગેરેથી ચેહરા પર કરચલી, કાળા ડોટ્સ અને સ્કિનના રંગ ફીક્કો પડી જાય છે. આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં અનિયમિત ખાનપાનથી ચહેરાનો નિખાર ખોવાય જાય છે. જયારે યુવક હોય કે યુવતી દરેક સુંદર ત્વચા ઇચ્છતા હોય છે. પરંતુ, ધૂળ-માટી અને પ્રદુષણ ભરેલા માહોલને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે.
જેને હટાવવા અને ગોરી ત્વચા માટે તેઓ બ્યુટી પ્રોડક્ટ્સનો સહારો લે છે. બજારમાં મળતા પ્રોડક્સ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ હાનિકારક ગણાય છે. તેથી સારુ રહેશે કે તમે ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો. કારણ કે, એનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતુ નથી.
આ ઉપાય માટે જરૂરી સામગ્રી:
ફેરએન લવલી– 10 રૂપિયા વાળી ક્રીમ
ગુલાબ જળ– થોડા ટીપા
ખાંડ– અડધી ચમચી
આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ જેટલું તમારા મોઢા પર માસ્ક બની જાય તેટલી પેસ્ટ બનાવવી. પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ ફેર એન લવલી લેવી તેમાં અડધી ચમચી ખાંડ અને પેસ્ટ બને તેટલા ટીપા ગુલાબ જળના નાખવા.
હવે તેને મિક્સ કરો અને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને હલકા હાથે મસાજ કરતા કરતા આખા મોઢા પર લગાવો.
2 મિનિટ પછી મોઢું ધોઈ નાખો. પછી સ્નાન કરી લ્યો. આ ઉપાય નહાવા પહેલા કરવો. જેનાથી તમારી મોઢાની ત્વચા ખૂબ જ નિખરી જશે.
આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવો. નહાવાના પહેલા કરવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.