અરાવલી(ગુજરાત): લોકો અનેક કારણોને લીધે આપઘાત કરતા હોય છે. પોલીસ ચોપડે દરરોજ આપઘાતનાં અનેક બનાવો નોંધાતા હોય છે. ત્યારે વધુ એક બનાવ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ ખાતે પણ ગત અઠવાડિયે એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનની અંદર જ જાતે ગોળી મારીને આપઘાત કર્યો હતો. ત્યારે ફરી એક વાર ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ડ્યુટી કરતા 29 વર્ષના મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. પોલીસનું માનવું છે કે, પતિ સાથે ઘરકંકાસને લઈને કારણે મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. મહિલાના પતિ એસઆરપીમાં ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે ઘટના પછી મૃતદેહનો કબજો મેળવીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી.
તા. 21ના રોજ રાત્રે 11.30 પહેલા પોતાના ઘરે મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ રાત્રે 12.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. ભિલોડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.
અગાઉ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં 15 જુલાઈના રોજ હેડ કોન્સ્પેબલ ઉમેશ ભાટિયાએ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ઉમેશ ભાટિયા રોજ વૉટ્સએપ સ્ટેટ્સમાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના જ સ્ટેટ્સ મૂકતા હતા. જે દિવસે આ ઘટના બની તે દિવસે તેને વોટ્સએપ સ્ટેટ્સમાં બાય બાયના સિમ્બોલ દર્શાવતું ઇમોજી મૂક્યું હતું. તો બીજી તરફ હજુ પણ તેમના મોતનું કારણ સામે આવ્યું નથી.
હે.કો. ઉમેશભાઈ ભાટિયાના આપઘાત અંગે પોલીસબેડાના જણાવ્યા અનુસાર, ઉમેશભાઈ એકદમ શાંત સ્વભાવના હતા. ઉમેશભાઈની છાપ ફરજમાં નિષ્ઠાવાન પોલીસકર્મી તરીકેની હતી. ક્યારેય કામ સિવાય કોઈ ઝઘડામાં પણ તેઓ આવતા ન હતા. તમામ સ્ટાફ સાથે ઉમેશભાઈ હળીમળીને રહેવાવાળા વ્યક્તિ હતા. અધિકારીઓના કહ્યા પ્રમાણે, ઉમેશભાઈ એકાઉન્ટ વિભાગમાં હોય ત્યારે કામની ચિંતા કોઈ અધિકારીને રહેતી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.