હત્યાના બનાવોમાં સમગ્ર રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. આવેશમાં આવી જઈને કેટલાંક લોકો કોઈની હત્યા કરી બેસતા હોય છે. આવી હત્યાની એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી છે. શહેરમાં આવેલ કતારગામ વિસ્તારની ગોટાલાવાડીમાં આવેલ રેલ રાહત કોલોનીમાં રહેતી આધેડ મહિલાની હત્યા કરી નાંખવામાં આવી છે.
લોજિંગનું કામ કરીને ગુજરાન ચલાવિ રહેલ મહિલાના ઘરમાં છેલ્લાં એક મહિનાથી સાથે જ રહેતા યુવકે કોઇ અગમ્ય કારણથી ચપ્પુનાં ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. મહિલાની ઘાતકી હત્યા પછી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
રવિવારે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો :
કતારગામમાં આવેલ ગોટાલાવાડીની રેલ રાહત કોલોનીમાં ઘર નંબર 29માં રહેતાં ગીતાબેન ભરતભાઇ પ્રજાપતિ લોજિંગનુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. છેલ્લાં એક મહિનાથી ગીતાબેનને ત્યાં હિતેશ ઉર્ફે લાલુ નટવર વસાવા નામનો યુવક સાથે રહેતો હતો. આની સાથે જ એમનાં લોજિંગમા ભોજન કરતો હતો.
રવિવારની રાત્રે કોઇક વાતને લઇ ગીતાબેન તેમજ એમની સાથે રહેતા હિતેશ ઉર્ફે લાલુની વચ્ચે ઝઘડો થયો હતો. જેને લીધે ઉશ્કેરાયેલા હિતેશે આવેશમાં આવી જઈને ગીતાબેનને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીનેપકડી પાડ્યો :
ઘટનાની જાણ થતાની સાથે જ કતારગામ પોલીસ મથકના PI સહિત ઉચ્ચ અધિકારીની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળ પર નિરીક્ષણ કર્યા પછી સીંગણપોર રોડ પર આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા રવિ પ્રજાપતિની ફરીયાદને આધારે હિતેશ ઉર્ફે લાલુની વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે શહેરની સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. આધેડ મહિલાની ઘાતકી હત્યા કરનાર આરોપી હિતેશ ઉર્ફે લાલુને પોલીસ દ્વારા પકડી પાડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle