જે પુલવામાં આતંકી હુમલાને લીધે દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. ત્યારબાદ દેશમાં એક રાષ્ટ્રભાવના ની એક અલગ જ લહેર જોવા મળી છે. પુલવામાં હુમલામાં 42 જવાનો શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ એક મોટી ખબર સામે આવી છે. ખરેખર પંજાબના અમૃતસર થી એક આઇએસઆઇ એજન્ટ પકડાયો છે. મિલેટ્રી એન્જિનિયરિંગ સર્વિસ માં કાર્યરત ઈલેક્ટ્રીશન વ્યક્તિ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ નો એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપી ભારતીય મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ માં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી રહ્યો હોય. તેની પાસે મિલેટ્રી ની ખાનગી વાતો પાકિસ્તાનને પહોંચાડી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોનું માનીએ તો આ વ્યક્તિએ બોલવામાં આતંકી હુમલા બાદ આઈએસઆઈને ભારતીય સેનાની ગતિવિધિઓ અને ખાનગી વાતો ને દુશ્મનોને મોકલી છે.
તમને જણાવી દઈએ કે સ્ટેટ્સ સ્પેશિયલ ઓપરેશન આરોપીના સામાનમાંથી બે મોબાઈલ ફોન, 4 સીમકાર્ડ, લેપટોપ અને અન્ય દસ્તાવેજો મેળવ્યા છે. પકડાયેલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં તો એસ એસ ઓ સી દ્વારા પકડાયેલા આરોપીના બેન્ક એકાઉન્ટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયામાં આવેલી ખબરો અનુસાર એસ એસ ઓ સી દ્વારા પકડાયેલા આરોપી ની વાત કરતા ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ જણાવે છે કે અમને જાણકારી મળી હતી કે પાંચીકા અને જાલંધર નલવા રોડ નજીક દશેરા મેદાન ની પાસે રહેતા રામ કુમાર ભારતીય સેનાની ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ ને વેચી રહ્યો છે. આ યુવક ઇલેક્ટ્રિશિયન તરીકે 2013માં ભરતી થયો હતો. આ કારણે આ વ્યક્તિને સેનાના ઘણા ઓફિસરોના ફોન નંબર અને ઘણી ખાનગી જાણકારીઓ પણ જાણે છે.
પુલવામાં હુમલા બાદ આ વ્યક્તિ આઇએસઆઇ એજન્ટ તરીકે વાતચીતમાં વધારો કર્યો હતો
આઈએસઆઈ એજન્ટની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બોલવામાં હુમલા બાદ આ વ્યક્તિએ સામા છેડે વધુ વાતચીત કરવાની શરૂ કરી દીધી હતી. પાકિસ્તાની એજન્ટો તેની પાસેથી બોર્ડર ના વિસ્તારો આસપાસ સેના શું કાર્યવાહી કરી રહી છે તે વાતો જાણીને મંગાવતા હતા. આ સિવાય છે નાના-મોટા અધિકારીઓના મોબાઇલ નંબરો પણ તેણે પાકિસ્તાની એજન્ટોને પહોંચાડ્યા હતા જેથી તેઓ મોટા અધિકારીઓની પણ જાસૂસી કરી શકે.